News Continuous Bureau | Mumbai
Fighter song: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફિલ્મ ફાઈટર ની લિકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યુઆરી એ રિલીઝ થશે. આ દરમિયાન મેકર્સે ફિલ્મ ફાઈટર નું પહેલું ગીત ‘શેર ખુલ ગયે’ રિલીઝ કર્યું છે. જે રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે.લોકો આ ગીત ને ખુબ પસંદ કરી રહ્યા છે. આ એક પાર્ટી સોન્ગ છે. જેમાં રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ના ડાન્સ મૂવ્સ જોવા મળી રહ્યા છે.
ફાઈટર નું પહેલું ગીત થયું રિલીઝ
‘ફાઇટર’ના નિર્માતાઓએ ધમાકેદાર ગીત ‘શેર ખુલ ગયે’ રિલીઝ કર્યું છે. જેને રિતિક રોશને તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યું છે.આ એક પાર્ટી સોંગ છે, જે ક્રિસમસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં રિતિક રોશન તેના શાનદાર ડાન્સ મૂવ્સથી ચાહકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે, જ્યારે દીપિકાએ પણ તેના મૂવ્સ થી ડાન્સ ફ્લોર પર આગ લગાવી દીધી છે.
View this post on Instagram
આ ગીત વિશાલ અને શેખર, બેની દયાલ અને શિલ્પા રાવે ગાયું છે. જ્યારે સંગીત વિશાલ અને શેખરનું છે અને ગીતો કુમારના છે. લોકો ને રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની ફ્રેશ જોડી ખુબ પસંદ આવી રહી છે.
આ સમાચાર પણ વાંચો : Deepika padukone: ફિલ્મ ફાઈટર ની રિલીઝ પહેલા તિરુમાલા પહોંચી દીપિકા પાદુકોણ, પતિ રણવીર સિંહ નહીં પરંતુ આ વ્યક્તિ સાથે લીધા ભગવાન વ્યંકટેશ ના આશીર્વાદ