News Continuous Bureau | Mumbai
Gadar 3: સની દેઓલ અમિષા પટેલ સ્ટારર ગદર 2 એ બોક્સ ઓફિસ પર તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ગદર 2 એ 2023 ની બ્લોક બસ્ટર ફિલ્મ સાબિત થઇ હતી. ગદર 2 બાદ ગદર 3 ને લઈને વાતચીત ચાલી રહી હતી. હવે અનિલ શર્મા એ ગદર 3 પર મોટું અપડેટ આપ્યું છે. ‘ગદર 3’ સત્તાવાર રીતે બની રહી છે. આ સમાચારની પુષ્ટિ દિગ્દર્શક અનિલ શર્માએ કરી છે.
ગદર 3 ની વાર્તા પર ચાલી રહ્યું છે કામ
મીડિયા રિપોર્ટ મુજબ ઝી સ્ટુડિયોએ ‘ગદર 3’ને લીલી ઝંડી આપી દીધી છે અને પેપરવર્કનો પ્રથમ રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે. આ વિશે વાત કરતા અનિલ શર્મા એ કહ્યું, ‘હા, તારા સિંહ પાછા ફરશે કારણ કે અમે ગદર 3ના મૂળ વિચાર પર નિર્ણય કર્યો છે. હું હાલમાં ઉત્કર્ષ અને નાના પાટેકર સાથે મારા આગામી દિગ્દર્શન સાહસ માટે શૂટિંગ કરી રહ્યો છું અને ટૂંક સમયમાં ગદર 3 ની સ્ક્રિપ્ટ પર કામ શરૂ કરીશ.’
EXCLUSIVE: GADAR 3 IS HAPPENING; ZEE STUDIOS GREEN-LIGHTS THE THREEQUEL!#AnilSharma & team begin work on #Gadar3; #SunnyDeol gears up to return as #TaraSingh again. Detailed Report. https://t.co/8ZXJ8W32AL
— Himesh (@HimeshMankad) January 19, 2024
ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને કહ્યું ‘ફ્રેન્ચાઇઝીની દુનિયાની જેમ, તે પણ ભારત-પાકિસ્તાન સંઘર્ષની પૃષ્ઠભૂમિ પર આધારિત હશે. જો કે આ વખતે દાવ પહેલા કરતા વધારે હશે.’
આ સમાચાર પણ વાંચો : Bigg boss 17: બિગ બોસ 17 માં અભિષેક કુમારે ખોલી વિકી- અંકિતા ની પોલ, દંપતી ના ઝગડા વિશે કહી આવી વાત