Site icon

પહેચાન કૌન- ‘બચ્ચે મન કે સચ્ચે’ ગીત માં જોવા મળેલી આ સુંદર નાની બાળકી હવે છે તે બોલિવૂડના ટોચના અભિનેતા ની માતા, જાણો તે અભિનેત્રી વિશે

શું તમે આ નાની છોકરીને ઓળખો છો? તે બોલીવુડની ટોચની અભિનેત્રીની સાસુ છે. તદુપરાંત, તે હવે દાદી પણ બની ગઈ છે.

guess who bachche man ke sachche child artist now ranbir kapoor mother

પહેચાન કૌન- ‘બચ્ચે મન કે સચ્ચે’ ગીત માં જોવા મળેલી આ સુંદર નાની બાળકી હવે છે તે બોલિવૂડના ટોચના અભિનેતા ની માતા, જાણો તે અભિનેત્રી વિશે

News Continuous Bureau | Mumbai

1968માં આવેલી ફિલ્મ ‘દો કલિયાં’નું ગીત ‘બચ્ચે મન કે સચ્ચે’ આજે પણ ખૂબ જ લોકપ્રિય છે. બાળકોના જીવન અને લાગણીઓનું વર્ણન કરતું આ ગીત પ્રખ્યાત ગીતકાર સાહિર લુધિયાનવી દ્વારા લખવામાં આવ્યું હતું. આખું ગીત એક વર્ગખંડમાં શૂટ કરવામાં આવ્યું છે, જ્યાં એક સુંદર છોકરી શિક્ષકની સામે આ સુંદર ગીત ગાતી જોવા મળે છે. તમે આ ગીત ઘણી વાર જોયું અને સાંભળ્યું હશે, પરંતુ શું તમે આ સુંદર બાળકી ને  જાણો છો? તે બોલીવુડની ટોચની અભિનેત્રીની સાસુ છે. તદુપરાંત, તે હવે દાદી પણ બની ગઈ છે.

Join Our WhatsApp Community

 

કપૂર ખાનદાન ની વહુ છે નીતુ 

ગાયકીની સાથે સાથે આ નાની બાળકીએ પોતાની માસૂમિયતથી લાખો લોકોના દિલ જીતી લીધા હતા. આ નાની બાળકી આજે દાદી બની ગઈ છે. તેમનો પુત્ર પ્રખ્યાત અભિનેતા છે અને પુત્રવધૂ બોલીવુડની ટોચની અભિનેત્રી છે. તે બોલિવૂડના કપૂર પરિવારની વહુ છે. આટલું કહ્યા પછી તમને ખબર પડી ગઈ હશે અમે કોની વાત કરી રહ્યા છે. અમે વાત કરી રહ્યા છીએ એક્ટર રણબીર કપૂરની માતા અને આલિયા ભટ્ટની સાસુ નીતુ કપૂરની. લગ્ન પહેલા તે નીતુ સિંહ તરીકે ઓળખાતી હતી. નીતુ કપૂરના પતિ ઋષિ કપૂરનું 30 એપ્રિલ 2020ના રોજ કેન્સરથી અવસાન થયું હતું.

નીતુ કપૂરે ચાઈલ્ડ આર્ટિસ્ટ થી કર્યું હતું બોલિવૂડ માં ડેબ્યુ 

પતિના અવસાન બાદ ફરી એકવાર અભિનય ક્ષેત્રે પ્રવેશ કરનાર નીતુ કપૂરે 2022માં ફિલ્મ ‘જુગ જુગ જિયો’થી અભિનયની શરૂઆત કરી હતી. હાલમાં તે એક ડાન્સ રિયાલિટી શોને જજ કરતી જોવા મળી હતી. અભિનેત્રીએ માત્ર 8 વર્ષની ઉંમરે તેની અભિનય યાત્રા શરૂ કરી હતી. તેણીએ બાળ કલાકાર તરીકે 1966માં આવેલી ફિલ્મ ‘સૂરજ’માં ડેબ્યૂ કર્યું હતું, ત્યારબાદ ફિલ્મ ‘દો કલિયાં’થી તેણીએ ડેબ્યુ કર્યું હતું.1973માં આવેલી ફિલ્મ ‘રિક્ષાવાલા’માં નીતુ કપૂરે પહેલીવાર લીડ રોલ કર્યો હતો. તેણે 28 વર્ષ પછી 2010માં પુનરાગમન કર્યું અને ફિલ્મ ‘દો દૂની ચાર’માં કામ કર્યું. તેણે પુત્ર રણબીર કપૂરની ફિલ્મ ‘બેશરમ’માં પણ કામ કર્યું છે. 64 વર્ષની નીતુ કપૂરને બે બાળકો છે. દીકરી રીધ્ધીમા એક્ટિંગથી દૂર છે. પુત્ર રણબીર કપૂર બોલિવૂડનો ટોચનો અભિનેતા છે. તેમજ પુત્રવધુ ટોચની અભિનેત્રી છે. 

આ સમાચાર પણ વાંચો: ‘મારું 50 વાર થયું અપહરણ, 6-7 વાર લગ્ન કર્યા, ત્રણ વાર મોતને પરાજય આપ્યો’, જાણો શા માટે અવિકા ગોરે કહ્યું આવું

Anupamaa Twist: ‘અનુપમા’માં મોટો ધમાકો,ગૌતમ-માહીના થયા ધામધૂમથી લગ્ન, જ્યારે રાજાએ પરીને લઈને લીધો આવો નિર્ણય
Zareen Khan Funeral: સંજય ખાનની પત્નીની વિદાય,મુસ્લિમ ઝરીન ખાનને હિંદુ રિવાજથી કેમ અપાઈ અંતિમ વિદાય? જાણો કારણ
Mahhi Vij: હોસ્પિટલ માંથી માહી વીજ એ આપ્યું પોતાનું હેલ્થ અપડેટ, વિડીયો શેર કરી કહી આવી
The Family Man 3 Trailer Out: ‘ધ ફેમિલી મેન 3’નું ટ્રેલર રિલીઝ થતાં ધમાકો! શ્રીકાંત તિવારી હવે છે ‘મોસ્ટ વોન્ટેડ’, જયદીપ અહલાવતની એન્ટ્રીથી ગેમ ચેન્જ!
Exit mobile version