Site icon

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા ની મુશ્કેલી વધી, અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર લગાવ્યા આવા ગંભીર આરોપ

Hansika Motwani: હંસિકા મોટવાણી અને તેની માતા કાનૂની મુશ્કેલી માં મુકાઈ છે. અભિનેત્રી ની પૂર્વ ભાભી એ બંને પર ગંભીર આરોપ લગાવ્યા છે જેને કારણે હવે હંસિકા અને તેની માતા સામે ટ્રાયલ શરૂ થશે

Hansika Motwani to Face Trial After Bombay High Court Rejects Plea in Cruelty Case

Hansika Motwani to Face Trial After Bombay High Court Rejects Plea in Cruelty Case

News Continuous Bureau | Mumbai 

Hansika Motwani: બોલીવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી હંસિકા મોટવાણી હાલમાં કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. બોમ્બે હાઈકોર્ટએ હંસિકા અને તેની માતા જ્યોતિકા મોટવાણી દ્વારા દાખલ કરેલી એ અરજી ફગાવી દીધી છે, જેમાં તેણે પોતાને સામે દાખલ થયેલી FIR રદ કરવાની માંગ કરી હતી. હવે આ કેસ ટ્રાયલના તબક્કામાં પહોંચી ગયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Shahrukh Khan: શાહરુખ ખાને બતાવી માનવતા, પંજાબ પૂર પીડિતો માટે આગળ આવ્યો અભિનેતા, આટલા પરિવાર ને મળશે મદદ

શા માટે થયો વિવાદ?

આ કેસ હંસિકા મોટવાણીની પૂર્વ ભાભી નૅન્સી જેમ્સ સાથે જોડાયેલો છે. નેન્સી ના લગ્ન હંસિકા ના ભાઈ પ્રશાંત મોટવાણી સાથે માર્ચ 2021માં થયા હતા. નૅન્સીનો આરોપ છે કે લગ્ન પછી થી જ તેને સાસરિયાઓ તરફથી માનસિક અને શારીરિક ત્રાસ મળતો રહ્યો. તેની પાસે મોંઘી ભેટ અને પૈસાની માંગ કરવામાં આવતી હતી.નૅન્સી દ્વારા દાખલ કરાયેલી ફરિયાદમાં IPCની કલમ 498A (દહેજ સંબંધિત ક્રૂરતા) અને કલમ 352 (અપમાન અને ધમકી)નો ઉલ્લેખ છે. આ કલમો હેઠળ હંસિકા અને તેની માતા સામે કેસ નોંધાયો છે અને હવે તેમને કોર્ટમાં હાજર રહેવું પડશે.


ફેબ્રુઆરી 2025માં હંસિકા અને તેની માતાને સત્ર ન્યાયાલય દ્વારા આગ્રિમ જામીન મળ્યા હતા. ત્યારબાદ તેમણે FIR રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે હવે ફગાવી દેવામાં આવી છે. કોર્ટએ સ્પષ્ટ કર્યું છે કે આરોપોની સત્યતા ટ્રાયલ દરમિયાન જ જાણી શકાશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Vijay Sangeetha Divorce: સુપરસ્ટાર વિજયના છૂટાછેડા? 27 વર્ષ જૂનું લગ્નજીવન દાવ પર; પત્નીએ કોર્ટના દ્વાર ખખડાવતા ફેન્સમાં નિરાશા
Boong Manipuri Movie Re-Release: ઈતિહાસ રચનારી મણિપુરી ફિલ્મ ‘બૂંગ’ ફરી રિલીઝ થશે: બાફ્ટા એવોર્ડ જીત્યા બાદ મેકર્સે લીધો મોટો નિર્ણય; જાણો કઈ તારીખે જોવા મળશે મોટા પડદા પર
The Kerala Story 2 Release Date: ‘ધ કેરલ સ્ટોરી ૨’ ની રિલીઝનો રસ્તો સાફ: હાઈકોર્ટે સ્ટે હટાવતા મેકર્સને મોટી રાહત, જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ
Accused Review: કોંકણા અને પ્રતિભા રાંટાનો દમદાર અભિનય પણ નબળી પટકથાએ બગાડી રમત; ક્લાઈમેક્સે કર્યા ફેન્સને નિરાશ
Exit mobile version