Site icon

ધર્મેન્દ્ર અને હેમા માલિની એકબીજાને ન મળે તે માટે હેમાના પિતા અપનાવતા હતા આ મજેદાર તરકીબ: અભિનેત્રીએ પ્રેમભર્યો કર્યો ખુલાસો

 ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

04 માર્ચ 2021

બોલીવુડના હી મૈન ધર્મેન્દ્ર અને હેમા માલિનીની જોડી આજે પણ રિલેશનશિપ્સ ગોલ આપતી નજર આવે છે. બંનેની વચ્ચે બેશુમાર પ્રેમ પણ જગજાહેર છે, પરંતુ શું તમે જાણો છો કે બંનેના પ્રેમ અને લગ્નની સફર બિલકુલ સરળ નહતી. તાજેતરમાં જ બૉલીવુડ ની દિગ્ગ્જ અભિનેત્રી હેમાએ જ્યારે તેઓ અને તેમના પતિ ધર્મેન્દ્ર ડેટ કરી રહ્યા હતા તે સમયની ખૂબ જ રસપ્રદ કહાણી સંભળાવી હતી. 

હકીકત માં, 'ડ્રીમ ગર્લ' હેમા માલિની સોની ટીવી શો ઇન્ડિયન આઇડોલ 12 ના આગામી એપિસોડમાં મહેમાન બનવા જઈ રહી છે. આ દરમિયાન તેણે સ્ટેજ પર તેમની પ્રેમ કથાને લગતી એક કથા સંભળાવી હતી. 

બોલિવૂડ અભિનેત્રી નુસરત ભરુચાની બોલ્ડ તસવીરોએ ઇન્ટરનેટ પર મચાવી ધમાલ, બીચ પર આરામ કરતી આવી નજર, જુઓ તસવીરો…..

હેમા માલિનીએ કહ્યું, 'તેમના પિતા નહોતા ઈચ્છતા કે તેઓ ધર્મેન્દ્ર ને મળે. જયારે હું અને ધર્મેન્દ્રજી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. તે દરમિયાન એક સોન્ગનું શૂટિંગ ચાલી રહ્યું હતું. સામાન્ય રીતે શૂટિંગ પર મારી મમ્મી અથવા મારા કાકી મારી સાથે આવતા હતા. પરંતુ સોન્ગના શૂટિંગ દરમિયાન મારા પિતા મારી સાથે સેટ પર આવતા હતા. કારણ કે તેમને તે વાતની ચિંતા રહેતી હતી કે, ક્યાંક હું અને ધર્મેન્દ્ર જી એકલા સમય ન પસાર કરી રહ્યા હોઈએ'.

 મિસ યુનિવર્સ સુષ્મિતા સેનની ભાભી ચારુ આસોપાએ શેર કરી બોલ્ડ તસવીરો, જોતજોતામાં ઇન્ટરનેટ પર થઇ વાયરલ. જુઓ તસવીરો

હેમા માલિનીએ આગળ કહ્યું કે, 'મારા પિતાને તે વાતની જાણ હતી કે અમે બંને સારા મિત્રો છીએ. મને આજે પણ યાદ છે જ્યારે અમે કારમાં જતા હતા ત્યારે મારા પિતા તરત જ બાજુની સીટમાં બેસી જતા હતા. પરંતુ ધર્મેન્દ્રજી પણ ઓછા નહોતા. તેઓ બીજી બાજુની સીટ પર આવીને બેસી જતા હતા'.  

હેમા માલિની અને ધર્મેન્દ્રની વાત કરીએ તો, તેમના લગ્ન 1980માં થયા હતા. તેઓ ઈશા દેઓલ અને અહાના દેઓલ એમ બે દીકરીઓના માતા-પિતા છે. હેમા માલિની ધર્મેન્દ્રના બીજા પત્ની છે. પહેલા તેમણે પ્રકાશ કૌર સાથે લગ્ન કર્યા હતા. તેમને બે દીકરા પણ છે એક સની દેઓલ. અને બોબી દેઓલ.

Aishwarya and Abhishek: ન્યૂયોર્કની ગલીઓમાં હાથમાં હાથ નાખી ફરતા જોવા મળ્યા અભિષેક-ઐશ્વર્યા! દીકરી વગરના આ ‘ક્વોલિટી ટાઈમ’ ની તસવીરોએ ઈન્ટરનેટ પર લગાવી આગ
Dhurandhar Box Office: બોક્સ ઓફિસ પર ‘ધુરંધર’નો દબદબો: 47મા દિવસે પણ નવી ફિલ્મોને આપી રહી છે ટક્કર, રણવીર સિંહની ફિલ્મનું કલેક્શન અધધ આટલા કરોડને પાર.
Border 2 Advance Booking: થિયેટરોમાં ગુંજશે હિન્દુસ્તાન ઝિંદાબાદ! ‘બોર્ડર 2’ ના એડવાન્સ બુકિંગે મચાવ્યો હડકંપ; રિલીઝ પહેલા જ ફિલ્મે કરી કરોડોની કમાણી
TRP Week 1, 2026: રેટિંગમાં પાછળ પડી ‘અનુપમા’, શું હવે રુપાલી ગાંગુલીનો જાદુ ઓસરી રહ્યો છે? જાણો કઈ સીરિયલે મારી બાજી અને કોણ છે નંબર-1
Exit mobile version