News Continuous Bureau | Mumbai
મુંબઈની ટ્રાફિક હોય કે દિલ્હીની. દરેક વ્યક્તિ પરેશાન છે. સામાન્ય અને ખાસ દરેકનો સમય બગડે છે. માત્ર ટ્રાફિક જામને કારણે. જોકે મેટ્રો સેવાને કારણે થોડી સગવડ છે. જેના કારણે લોકો ટ્રાફિકમાં ફસાયા વિના ઓછા સમયમાં તેમના ગંતવ્ય સ્થાને પહોંચી જાય છે. હેમા માલિની સાથે પણ આવું જ બન્યું હતું. જ્યારે તેમણે મેટ્રોપોલિટન મેટ્રોનો લાભ લીધો અને અડધા કલાકમાં બે કલાકની મુસાફરી કરી, ત્યારે તેમણે આ ખુશી ઈન્સ્ટાગ્રામ પર શેર કરી અને અનુભવ કહ્યો.
After my metro experience, decided to go by auto from DN Nagar to Juhu & that too was fulfilled. Landed by auto at my house & the dazed security could not believe their eyes! All in all, a wonderful, pleasurable experience for me!
In the metro with the public👇 pic.twitter.com/Whr7mOIRM8— Hema Malini (@dreamgirlhema) April 11, 2023
અભિનેત્રી હેમા માલિનીએ ટ્વીટર પર ઘણા ફોટો અને વીડિયો પણ પોસ્ટ કર્યા છે. વીડિયોમાં ગુલાબી શર્ટ અને સફેદ પેન્ટ પહેરીને અભિનેત્રી મુંબઈ મેટ્રોની અંદર સાથી યાત્રીઓની સાથે સેલ્ફી લેતા જોવા મળી રહી છે. મેટ્રોની સવારી બાદ હેમા માલિનીએ પોતાની બાકીની યાત્રા ઓટોમાં પુરી કરી.
This is the video I shot from inside the auto💕 Enjoyed myself thoroughly! pic.twitter.com/ZGWR52wAGQ
— Hema Malini (@dreamgirlhema) April 11, 2023
મેટ્રો બાદ તેમણે ડીએન નગર સુધી ઓટો રીક્ષાની સવારી પણ કરી હતી. જેનો વિડીયો શેર કરતા તેમણે લખ્યું કે જયારે તે તેમનાં ઘર આગળ ઓટોમાંથી ઉતર્યા ત્યારે તેમનાં ઘરના સુરક્ષા ગાર્ડ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
આ સમાચાર પણ વાંચો: શું કહ્યું? ‘ગૌમૂત્ર મનુષ્ય માટે હાનિકારક, ભેંસનું મૂત્ર વધુ અસરકારક’ આ રિસર્ચ રિપોર્ટમાં કરાયો ચોંકાવનારો દાવો