News Continuous Bureau | Mumbai
બોલિવૂડના જાણીતા એક્ટર રિતિક રોશન પોતાની ફિલ્મોની સાથે સાથે અંગત જીવનને લઈને પણ ચર્ચામાં રહે છે.રિતિક રોશન અવારનવાર તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા તેના ચાહકો સાથે તેના જીવન સાથે જોડાયેલી વસ્તુઓ શેર કરે છે. આ દરમિયાન રિતિક રોશનનો એક એવો ફોટો સામે આવ્યો છે, જેને જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે. રિતિક રોશનનો જે ફોટો વાયરલ થઈ રહ્યો છે તે ફિલ્મ ‘વિક્રમ વેધા’ સાથે સંબંધિત છે. આ તસવીરમાં રિતિક રોશન સાથે એક સ્ટંટમેન જોવા મળી રહ્યો છે, જેને જોઈને ફેન્સ આ અભિનેતાને યાદ કરવા લાગ્યા.
સ્ટંટમેને અપાવી સુશાંત ની યાદ
હાલમાં જ રિતિક રોશનનો એક જૂનો ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં રિતિક રોશન સ્ટંટમેન મન્સૂર અલી ખાન સાથે જોવા મળી રહ્યો છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે મન્સૂર અલી ખાન અને રિતિક રોશનનો આ ફોટો ફિલ્મ ‘વિક્રમ વેધા’ના સેટનો છે. રિતિક રોશન અને મન્સૂર અલી ખાનનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ફોટો વાયરલ થવાનું કારણ છે સ્ટંટમેન. આ સ્ટંટમેનનો ચહેરો બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત સાથે એકદમ મળતો આવે છે. આ તસવીર જોયા બાદ સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ ચોંકી ગયા હતા. વાયરલ પોસ્ટ પર યુઝર્સે ઘણી કોમેન્ટ કરી છે. એક યુઝરે લખ્યું કે તે સુશાંત સિંહ રાજપૂત જેવો દેખાય છે, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘મને એક ક્ષણ માટે સુશાંત સિંહ રાજપૂત જેવો લાગ્યો’, મન્સૂર અલી ખાનની તસવીર જોઈને ઘણા લોકોએ તેને સુશાંત સિંહ રાજપૂત કહ્યું.
View this post on Instagram
સુશાંત સિંહ રાજપૂત નું મૃત્યુ
નોંધનીય છે કે, સુશાંત સિંહ રાજપૂત 14 જૂન 2020ના રોજ તેના મુંબઈ એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. લોકપ્રિય ટીવી શો પવિત્ર રિશ્તામાં અંકિતા લોખંડે સાથે મુખ્ય ભૂમિકા ભજવ્યા બાદ સુશાંત સિંહ રાજપૂત ઘર-ઘરમાં જાણીતો બની ગયો હતો. ફિલ્મોમાં સુશાંતના નામો માં કેદારનાથ, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી, રાબતા અને ડિટેક્ટીવ વ્યોમકેશ બક્ષીનો સમાવેશ થાય છે! સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચરા હતી.