News Continuous Bureau | Mumbai
Hrithik roshan: રિતિક રોશન હાલ તેની ફિલ્મ વોર 2 ના શૂટિંગ માં વ્યસ્ત છે. રિતિક એ અત્યારસુધી ઘણી હિટ ફિલ્મો આપી છે. તેમાંથી તેની સૌથી હિટ ફિલ્મ હતી કોઈ મિલ ગયા. આ ફિલ્મ વર્ષ 2003 માં આવી હતી. આ ફિલ્મ હિટ જતા તેનો બીજો ભાગ ક્રિશ આવ્યો ત્યારબાદ તેના અત્યારસુધી 3 ભાગ આવી ચુક્યા છે હવે દર્શકો તેના ચોથા ભાગ ની રાહ જોઈ રહ્યા છે અને લાગે છે કે દર્શકો ની આ રાહ નો અંત આવવાનો છે. વર્ષ 2013 માં ક્રિશ 3 રિલીઝ થયા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે આ ફિલ્મ નો ચોથો ભાગ પણ આવશે. હવે આના પર ડિરેક્ટર સિદ્ધાર્થ આનંદે પ્રતિક્રિયા આપી છે
આ સમાચાર પણ વાંચો: Katrina kaif: કેટરીના કૈફ થઇ ડીપફેક નો શિકાર, તુર્કી બાદ હવે આ ભાષા બોલતી જોવા મળી કેટરીના કૈફ, જુઓ અભિનેત્રી નો વાયરલ વિડીયો
રિતિક રોશન ની ક્રિશ 4 પર સિદ્ધાર્થ આનંદે આપી પ્રતિક્રિયા
મીડિયા રિપોર્ટ મુજબ સિદ્ધાર્થ આનંદે ક્રિશ 4 ને લઈને અપડેટ આપતા કહ્યું કે હા તે આવી રહ્યો છે.સિદ્ધાર્થે ચાહકોને ખાતરી આપી છે કે રિતિક રોશન ટૂંક સમયમાં સુપરહીરો એટલે કે ક્રિશ તરીકે પરત ફરશે.
Big News For Bollywood :
Director #SiddharthAnand confirms #Krrish4 is “ON” with the return of #HrithikRoshan as India’s beloved superhero, #Krrish. This marks the 4th collaboration With Hrithik after #Fighter #War & #BangBang pic.twitter.com/AKMoDtC4l5— Prashant Pandey (@tweet2prashant) May 1, 2024
તમને જણાવી દઈએ કે, રિતિક રોશન અત્યાર સુધી સિદ્ધાર્થ આનંદ ની ફિલ્મ ફાઈટર, બેંગ બેંગ અને વોર માં કામ કરી ચુક્યો છે. હવે ક્રિશ 4 એ સિદ્ધાર્થ આનંદ ની રિતિક સાથે ચોથી ફિલ્મ હશે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)