Site icon

Hrithik roshan: ફિલ્મ ફાઈટર માંથી રિતિક રોશન નો લુક થયો જાહેર, આ દિવસે રિલીઝ થશે અભિનેતા ની ફિલ્મ

Hrithik roshan: રિતિક રોશન ના ચાહકો તેની ફિલ્મ ફાઈટર ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આ ફિલ્મ માં રિતિક રોશન ની સાથે દીપિકા પાદુકોણ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં છે. હવે આ ફિલ્મ માંથી રિતિક રોશને એક પોસ્ટર રિલીઝ કર્યું છે.

hrithik roshan new look revealed rom the film fighter

hrithik roshan new look revealed rom the film fighter

News Continuous Bureau | Mumbai

Hrithik roshan: રિતિક રોશન, દીપિકા પાદુકોણ અને અનિલ કપૂરની ફિલ્મ ‘ફાઈટર’ને લઈને ઘણી ચર્ચા છે. લોકો આ ફિલ્મ ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ ને લઇ ને એવું કહેવાય છે કે તે ભારત ની સૌથી મોટી એરિયલ એક્શન ફિલ્મ છે. આ ફિલ્મ 25 જાન્યુઆરી 2024 માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ દરમિયાન રિતિક રોશને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ દ્વારા ફિલ્મ ‘ફાઇટર’નો પોતાનો ફર્સ્ટ લુક શેર કર્યો છે. 

Join Our WhatsApp Community

 

રિતિક રોશને રીવીલ કર્યો તેનો લુક 

રિતિક રોશને તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફિલ્મ ‘ફાઇટર’ નો તેનો ફર્સ્ટ લૂક શેર કર્યો છે.. રિતિક રોશન દ્વારા શેર કરવામાં આવેલા પોસ્ટરમાં તે પાઈલટના લુકમાં જોવા મળી રહ્યો છે. રિતિક રોશને આ પોસ્ટમાં જણાવ્યું છે કે તે ફિલ્મ ‘ફાઇટર’માં સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયાના રોલમાં જોવા મળશે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ ‘ફાઇટર’નું ટીઝર ટૂંક સમયમાં રિલીઝ થશે.


રિતિક રોશને શેર કરેલા પોસ્ટર પરથી એવું લાગી રહ્યું છે કે આ ફિલ્મ દેશભક્તિ પર આધારિત હશે. આ ફિલ્મ થી રિતિક રોશન અને દીપિકા પાદુકોણ પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. રિતિક રોશન નું આ પોસ્ટર જોઈ ને લોકો નો ઉત્સાહ બમણો થઇ ગયો છે. 

આ સમાચાર પણ વાંચોઃ Animal: ટાઇગર 3 બાદ હવે ફિલ્મ એનિમલ ને લઇ ને પણ જોવા મળ્યો લોકો નો ઉત્સાહ,ચાહકો એ થિયેટર માં આ રીતે મનાવ્યો ઉત્સવ

Zarine Khan prayer meet: માતાને યાદ કરીને ભાવુક બની સુઝેન ખાન, આ મુશ્કેલ સમયમાં પૂર્વ પતિ હૃતિક રોશને આપ્યો ‘ભાવનાત્મક સાથ’
Dharmendra: ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય માટે ખાસ તૈયારી: હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પછી ઘરે જ બનાવાયો ICU, ૪ નર્સ અને ડૉક્ટર કરશે દેખરેખ!
Two Much With Kajol And Twinkle: કાજોલે લગ્નોને લઈને એવું શું કહ્યું કે ટ્વિન્કલ ખન્નાની બોલતી બંધ થઈ ગઈ?
Amitabh Bachchan: યારીની મિસાલ! ધર્મેન્દ્રને મળવા અમિતાભ બચ્ચન ઘરે પહોંચ્યા, ૮૩ વર્ષની ઉંમરે પોતે ડ્રાઇવિંગ કરતા દેખાયા!
Exit mobile version