Site icon

‘હમ હિન્દુસ્તાની’ ગીત માટે સાથે આવ્યા બિગ બી-લતા મંગેશકર સહિત આ 15 દિગ્ગજ કલાકારો

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 13 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

આ વર્ષે 15 ઓગસ્ટે ભારત પોતાનો 75 મો સ્વતંત્રતા દિવસ મનાવશે. સ્વતંત્રતા દિવસ  ને લઈને સમગ્ર દેશમાં એક અલગ જ ઉજવણી છે. તે જ સમયે, ઓલિમ્પિકમાં ભારતના શાનદાર પ્રદર્શન બાદ લોકોમાં દેશભક્તિની એક અલગ લહેર ચાલી છે. બીજી બાજુ, કોરોના મહામારી સાથેની લડાઈમાં પણ, તમામ દેશવાસીઓએ ઘણી ધીરજ અને હિંમત દર્શાવી હતી. આ એકતા પર આધારિત એક ગીત, જે ખાસ સ્વતંત્રતા દિવસ માટે બનાવવામાં આવ્યું છે, તેને બહાર પાડવામાં આવ્યું છે. ગીતનું નામ 'હમ હિન્દુસ્તાની' છે. અમિતાભ બચ્ચને થોડા સમય પહેલા આ ગીતની જાહેરાત કરી હતી. જે આજથી 4 કલાક પહેલા બહાર પાડવામાં આવ્યું છે. ગાયકોથી લઈને અભિનેતાઓ સુધી, દરેક વ્યક્તિએ ગીતમાં પોતાનો અવાજ આપ્યો છે. વિડિયોની શરૂઆત સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરના અવાજથી થાય છે.  આ પછી અમિતાભ બચ્ચનનો અવાજ સંભળાય છે.

સુશાંતના મિત્ર સિદ્ધાર્થ પીઠાણીની જામીન અરજી બીજી વખત ફગાવી દેવામાં આવી, જાણો શું છે કારણ

વિડીયોમાં લતા મંગેશકર, અમિતાભ બચ્ચન, સોનુ નિગમ, પદ્મિની કોલ્હાપુરી, કૈલાશ ખેર, સોનાક્ષી સિન્હા, અલકા યાજ્ઞિક, તારા સુતરિયા, સિદ્ધાંત કપૂર, શ્રદ્ધા કપૂર, શબ્બીર કુમાર, અંકિત તિવારી, શ્રુતિ હસન અને જન્નત ઝુબેર જેવા ઘણા સેલેબ્સ જોવા મળે છે. જેઓ પોતાના અવાજમાં ગીત ગાતા જોવા મળે છે. ધમાકા રેકોર્ડ્સની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર આ ગીત રજૂ કરવામાં આવ્યું છે. જેને પ્રિયાંક શર્મા અને પારસ મહેતાએ સહ-નિર્માણ કર્યું છે. ગીતનું સંગીત દિલશાદ શબ્બીર શેખે આપ્યું છે, અને ગીતો કશિશ કુમારે લખ્યા છે.

 

 

 

Varanasi Movie Cast Fees: વારાણસી’ માટે પ્રિયંકા ચોપરા એ વસુલ કરી અધધ આટલી ફી, જાણો મહેશ બાબુએ શું કરી ડીલ
Prem Chopra: ધર્મેન્દ્ર બાદ હવે પ્રેમ ચોપરા પણ થયા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, જાણો હવે કેવી છે તેમની તબિયત
Dharmendra 90th Birthday: ધર્મેન્દ્ર નો 90 મોં જન્મદિવસ હશે ખાસ, અભિનેતા ના આ દિવસ ને યાદગાર બનાવવા પરિવાર કરી રહ્યો છે આવી ખાસ તૈયારી
Sholay Re-Release: ‘યે દોસ્તી હમ નહીં તોડેંગે…’આટલી સ્ક્રીન પર રિલીઝ થશે ‘શોલે’, જાણો ક્યારે અને ક્યાં જોશો!
Exit mobile version