News Continuous Bureau | Mumbai
Ibrahim ali khan and khushi kapoor: કરણ જોહર તેની આગામી રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘નાદાનિયા’ માં સૈફ અલી ખાન ના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન ને લોન્ચ કરવા જઈ રહ્યો છે. આ ફિલ્મ માં ઇબ્રાહિમ અલી ખાન સાથે ખુશી કપૂર જોવા મળશે. ખુશી કપૂરે ફિલ્મ ધ આર્ચીઝ થી બોલિવૂડ માં એન્ટ્રી કરી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કરણ જોહર ની ફિલ્મ ‘નાદાનિયા’ માં ખુશી અને ઇબ્રાહિમ સિવાય બોલિવૂડના વધુ બે સ્ટાર્સ પણ જોવા મળવાના છે. જોકે ધર્મા પ્રોડક્શન્સ દ્વારા ફિલ્મ ના નામ ની કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. સૂત્રોનું માનીએ તો ધર્મા પ્રોડક્શનની આ ફિલ્મનું નામ ‘નાદાનિયાં’ છે.
‘નાદાનિયા’ માં થઇ સુનિલ શેટ્ટી અને દિયા મિર્ઝા ની એન્ટ્રી
ધર્મા પ્રોડક્શન્સ ના બેનર હેઠળ બની રહેલી ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મ માં ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર મુખ્ય ભૂમિકામાં છે, મીડિયા રિપોર્ટ મુજબ આ ફિલ્મ માં સુનિલ શેટ્ટી અને દિયા મિર્ઝા ની એન્ટ્રી થઇ છે. ફિલ્મ સાથે જોડાયેલા એક સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, ‘સુનીલ શેટ્ટી અને દિયા મિર્ઝા પણ ઈબ્રાહિમ-ખુશીની ફિલ્મનો ભાગ બની ગયા છે. આ બંને વાર્તામાં ખૂબ જ અલગ અને મહત્વપૂર્ણ ભૂમિકામાં જોવા મળશે. જે વાર્તાને આગળ લઈ જવામાં મહત્વનો ભાગ ભજવશે.’
આ સમાચાર પણ વાંચો : Anant-Radhika: અનંત-રાધિકા ના 3દિવસ ચાલનારા પ્રિ વેડિંગ ફૂડ માં મહેમાનો ને ચાખવા મળશે ઇન્દોરી સ્વાદ, આટલા શેફ મળીને બનાવશે અધધ આટલા બધા પકવાન
શાઉના ગૌતમના નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મને લઈને કરણ જોહર ખૂબ જ ઉત્સાહિત છે. શાઉના એ કરણ જોહર ને તેની ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાની માં આસિસ્ટ કર્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ ખુશી અને ઇબ્રાહિમની આ ફિલ્મ સીધી OTT પર રિલીઝ થશે. જોકે હજુ સુધી આ અંગે કોઈ કરાર કરવામાં આવ્યો નથી.