ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 ઑગસ્ટ, 2021
શુક્રવાર
જાણીતા બૉલિવુડ ડિરેક્ટર કરણ જોહરે તાજેતરમાં જ પોતાની આગામી ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ની જાહેરાત કરી છે, જેમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં જયા બચ્ચન, ધર્મેન્દ્ર અને શબાના આઝમી પણ મહત્ત્વની ભૂમિકા ભજવશે. કરણ જોહરની આ ફિલ્મ રોમ-કોમ હશે. ફિલ્મનું શૂટિંગ શરૂ થાય એ પહેલાં ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’ સાથે જોડાયેલા એવા સમાચાર આવ્યા છે કે ચાહકોનું મોં ખુલ્લું રહી જશે.
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની દયાભાભીએ શૉર્ટ સ્કર્ટ-બિકિની ટૉપમાં કમર હલાવી, વીડિયો થયો વાયરલ
કેટલાક મીડિયા અહેવાલો અનુસાર સૈફ અલી ખાન અને અમૃતા સિંહના પુત્ર ઇબ્રાહિમ અલી ખાનને રણવીર-આલિયા સ્ટારર આ ફિલ્મમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. ઇબ્રાહિમ અલી ખાન છેલ્લા ઘણા સમયથી બૉલિવુડમાં પ્રવેશવાની કોશિશ કરી રહ્યો છે અને કરણ જોહરે તેના પર વિશ્વાસ મૂક્યો છે. જોકે આમાં જબરદસ્ત ટ્વિસ્ટ છે. ઇબ્રાહિમ અલી ખાન ફિલ્મ ‘રૉકી ઔર રાની કી પ્રેમ કહાની’માં અભિનેતા તરીકે દેખાવાનો નથી, તે ફિલ્મના સેટ પર સહાયક નિર્દેશક તરીકે કામ કરશે. બૉલિવુડના ઘણા સ્ટાર કિડ્સે મદદનીશ દિગ્દર્શક તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને બાદમાં મોટા અભિનેતા બન્યા છે. રણબીર કપૂર સંજય લીલા ભણસાલીને મદદ પણ કરતો હતો, ત્યાર બાદ તેણે ફિલ્મોમાં ઝંપલાવ્યું. ઇબ્રાહિમ અલી ખાન પણ આ જ રસ્તે ચાલી રહ્યો છે.