News Continuous Bureau | Mumbai
IND vs NZ Virat kohli: ગઈકાલે ક્રિકેટ વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ મુંબઈ ના વાનખેડે સ્ટેડિયમ માં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી. આ દરમિયાન ઘણા સ્ટાર્સ ટીમ ઇન્ડિયા ને સપોર્ટ કરવા વાનખેડે સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ તેના પતિ વિરાટ કોહલી ને ચીયર કરવા વાનખેડે સ્ટેડિયમ માં હાજર હતી. અનુષ્કા વિરાટ કોહલી ના દરેક શોટ પર ચીયર કરતી જોવા મળી હતી.હવે વિરીયાત કોહલી નો એક વિડીયો વાયરલ થઇ થયો છે જેમાં વિરાટ અનુષ્કા ને ફ્લાઈંગ કિસ આપતો જોવા મળ્યો હતો.
વિરાટ કોહલી એ આપી અનુષ્કા ને ફલાઇંગ કિસ
ગઈકાલે વાનખેડે સ્ટેડિયમમાં વર્લ્ડકપ સેમીફાઈનલમાં ભારત ની જીત થઇ હતી. વિરાટ અને ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરવા આવેલી અનુષ્કાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આ દરમિયાન વિરાટ નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયો માં જોઈ શકાય છે કે ભારતે ટોસ જીતી ને બેટિંગ લીધી હતી દરમિયાન વિરાટ પીચ પર જતા પહેલા અનુષ્કા ને ફ્લાઈંગ કિસ આપે છે જેના જવાબ માં અનુષ્કા પણ વિરાટ ને ફ્લાઈંગ કિસ આપે છે.
Virushka moment at Wankhede Stadium. 😭❤️@imVkohli • @AnushkaSharma • #ViratGang pic.twitter.com/hz38BZwjuX
— ViratGang.in (@ViratGangIN) November 15, 2023
આ દરમિયાન હજુ એક તસવીર વાયરલ થઇ રહી છે. આ મેચ દરમિયાન વિરાટ કોહલીએ પોતાની 50મી સદી ફટકારી ત્યારે અનુષ્કા એવિરાટની ફ્લાઈંગ કિસનો જવાબ ફ્લાઈંગ કિસથી આપ્યો હતો.
LADY LUCK 🤍📌
They Celebrate it together #anushkasharma #ViratKohli𓃵 #INDvsNZ pic.twitter.com/lt5ktcS5Dm— 🌙.Anu (@Rra_Anushka) November 15, 2023
આ દરમિયાન સચિન તેંડુલકર અને ડેવિડ બેકહામ પણ વિરાટને ચીયર અપ કરતા જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચોઃ ટાઇગર 3 ના મેકર્સ ને લાગ્યો મોટો ઝટકો, આ ઓનલાઇન પ્લેટફોર્મ પર લીક થઇ સલમાન ખાન ની ફિલ્મ