News Continuous Bureau | Mumbai
Indias Got Latent Controversy: ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં અશ્લીલ ટિપ્પણી કર્યા બાદ યુટ્યુબર રણવીર અલ્હાબાદિયા ની સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. આ વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે તેની વિરુદ્ધ ઘણી જગ્યાએ FIR દાખલ કરવામાં આવી છે.જોકે બાદ માં રણવીરે આ અંગે માફી પણ માંગી હતી. શો ના ઓર્ગેનાઈઝર સમય રૈના એ માફી તો નથી માંગી પરંતુ તેને આ શો ના બધા એપિસોડ ડિલીટ કરી દીધા છે. આ સાથે જે તેને તેન સોશિયલ મીડિયા પર એક નોંધ લખી છે.
આ સમાચાર પણ વાંચો: Rajesh khanna granddaughter: શું રાજેશ ખન્ના ની પૌત્રી કરવા જઈ રહી છે બોલિવૂડ માં ડેબ્યુ? આ સુપરસ્ટાર ના પૌત્ર સાથે જામશે નાઓમિકા ની જોડી
સમય રૈના એ લખી નોંધ
સમય રૈના એ તેના X પર એક પોસ્ટ કરીને આ મામલે પોતાની પ્રતિક્રિયા આપતા લખ્યું છે કે, ‘જે કંઈ થઈ રહ્યું છે તે મારા માટે ખૂબ વધારે છે. મેં મારી ચેનલ પરથી ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ ના બધા વિડીયો દૂર કરી દીધા છે. મારો એકમાત્ર ઉદ્દેશ્ય લોકોને હસાવવાનો અને તેમને સારો સમય આપવાનો હતો. હું બધી એજન્સીઓને સંપૂર્ણ સહકાર આપીશ જેથી ખાતરી કરી શકાય કે તેમની તપાસ નિષ્પક્ષ રીતે પૂર્ણ થાય. આભાર.’
Everything that is happening has been too much for me to handle. I have removed all Indias Got Latent videos from my channel. My only objective was to make people laugh and have a good time. I will fully cooperate with all agencies to ensure their inquiries are concluded fairly.…
— Samay Raina (@ReheSamay) February 12, 2025
‘ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ વિવાદ અંગે પોલીસે અત્યાર સુધીમાં 6 લોકોના નિવેદનો નોંધ્યા છે. પોલીસે આશિષ ચંચલાની અને અપૂર્વ માખીજાના પણ નિવેદન લીધા છે.રણવીર અલ્હાબાદિયાની ટીમે પોલીસને જણાવ્યું છે કે તે પોતાનું નિવેદન નોંધાવવા આવી શકે છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)