કોરોનાકાળમાં લોકોના ‘મસીહા’ બનેલા સોનુ સૂદ પોતે જ મુશ્કેલીમાં મુકાયા, અભિનેતા પર અધધ આટલા કરોડથી વધારેની ટેક્સ ચોરીમાં સામેલ હોવાનો IT વિભાગનો દાવો; જાણો વિગતે  

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 18 સપ્ટેમ્બર, 2021

શનિવાર 

બોલિવુડ અભિનેતા સોનુ સૂદના ઘરે શુક્રવારે આવકવેરા વિભાગનો સર્વે પૂરો થયો હતો અને આજે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. 

એક અહેવાલ પ્રમાણે સોનુ સૂદ 20 કરોડ કરતા વધારે રૂપિયાની ટેક્સ ચોરીમાં સામેલ છે. 

આવકવેરા વિભાગના નિવેદન પ્રમાણે તપાસ દરમિયાન સતત 3 દિવસ તેમના મુંબઈ સ્થિત ઘરની તલાશી બાદ અભિનેતા 20 કરોડ કરતા વધારેની ટેક્સ ચોરીમાં સામેલ હોવાનું બહાર આવ્યું છે.

સીબીડીટીનું કહેવું છે કે અભિનેતાને નકલી સંસ્થાઓથી નકલી અને અસુરક્ષિત ટેક્સના રૂપમાં હિસાબ વગરના પૈસા જમા કરવામાં આવ્યા હતા. 

ઉલ્લેખનીય છે કે, 48 વર્ષીય સોનુ સૂદે તાજેતરમાં જ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનની જાહેરાત કરી હતી. ત્યાર બાદ જ તેમના ઘરે આવક વેરા વિભાગનો દરોડો પડ્યો હતો. 

 અરે વાહ : બાયજુ 112 જિલ્લાઓમાં બાળકોને મફત ટેબ્લેટ આપશે; જાણો વિગત

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment