News Continuous Bureau | Mumbai
Urfi javed: સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ તેની ફેશન સેન્સ માટે ચર્ચામાં રહે છે. પરંતુ હવે એ અન્ય કારણોસર ચર્ચામાં આવી છે. વાસ્તવમાં ઉર્ફી જાવેદ નો એક વિડીયો સામે આવ્યો છે. જેમાં મહિલા પોલીસ તેને કાર માં બેસાડીને લઇ જતી જોવા મળી હતી. હવે ચાહકો તે જાણવા માંગે છે કે શું ઉર્ફી જાવેદ વિદ્રુદ્ધ કોઈએ કમ્પ્લેન કરી છે જેના કારણે મુંબઈ મહિલા પોલીસ તેને પકડી ની લઇ જઈ રહી છે.
ઉર્ફી જાવેદ નો વિડીયો
ઉર્ફી જાવેદ ના આ વાયરલ થયેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, ઉર્ફી એક કેફે ની બહાર જોવા મળે છે, જ્યાં બે મહિલા પોલીસકર્મી આવે છે અને તેને સાથે આવવા કહે છે. જ્યારે ઉર્ફી જાવેદ તેને કારણ પૂછે છે, ત્યારે તે તેના કપડાં વિશે કહે છે. કપડાં ને લઇ ને ઉર્ફી કહે છે કે તે જે ઈચ્છે તે પહેરી શકે છે, પરંતુ પોલીસ તેને સાથે લઈ જાય છે. અને તેને કારમાં બેસાડે છે.
ઉર્ફી જાવેદનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો જાણવા માંગે છે કે શું કોઈ એ અભિનેત્રી ના કપડાં ને લઇ ને ફરિયાદ નોંધાવી છે જેના કારણે ઉર્ફી ને મહિલા પોલીસ પકડી ને લઇ જઈ રહી છે? તો બીજી તરફ લોકો આને પબ્લિસિટી સ્ટન્ટ પણ કહી રહ્યા છે. તો કેટલાક આને પ્રમોશનલ વીડિયો પણ કહી હર્યા છે. જો કે સત્ય શું છે તે તો ઉર્ફી જ કહી શકશે.
આ સમાચાર પણ વાંચો : Rakhi sawant: ફરી બોલ્ડ અવતારમાં જોવા મળી રાખી સાવંત, ગોલ્ડન આઉટફિટમાં તોડ્યું કરવા ચોથ નું વ્રત,લોકોએ આપી આવી પ્રતિક્રિયા
