News Continuous Bureau | Mumbai
જેકી શ્રોફ ( jackie shroff ) બોલિવૂડના દિગ્ગજ કલાકારોમાંથી એક છે. 2003માં આવેલી ફિલ્મ ‘બૂમ’ ( debt ) ને જેકીની પત્ની આયેશા શ્રોફે પ્રોડ્યૂસ કરી હતી. હવે 19 વર્ષ બાદ આ ફિલ્મ સાથે જોડાયેલી બાબતો સામે આવી રહી છે. ફિલ્મ ફ્લોપ થયા બાદ જેકી શ્રોફ અને તેમના પરિવારે આર્થિક સંકટનો ( debt ) સામનો કરવો પડ્યો હતો. ઘર વેચવાની વાત પણ આવી ગઈ હતી. કેટરીના કૈફે ( katrina kaif ) આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. કેટરીના ઉપરાંત આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ( amitabh bachchan ) અને જેકી શ્રોફ, ગુલશન ગ્રોવર, પદ્મા લક્ષ્મી, મધુ સપ્રે, ઝીનત અમાન પણ હતા.18 કરોડથી વધુના ખર્ચે બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર 1.25 કરોડ રૂપિયા પણ કમાઈ શકી નહતી.
જેકી ખરાબ રીતે નાદાર થઈ ગયો હતો
જેકી શ્રોફે આ ફિલ્મ માટે લોન લીધી હતી, જેના કારણે તે દેવાના ફસાઈ ગયો હતો. ફેશન જગત અને અંડરવર્લ્ડ વચ્ચેના જોડાણને દર્શાવતી આ મૂવી ખરાબ રીતે પટકાઈ હતી. આ ફિલ્મના કારણે અમિતાભ બચ્ચનની પણ જોરદાર નિંદા કરવામાં આવી હતી. તેમજ લોકોનું દેવું ચૂકવવા માટે જેકી શ્રોફનું ઘર, ફર્નિચર પણ વેચવામાં આવ્યું હતું.જેકીએ એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું, ‘મને ખબર હતી કે અમે કંઈક કરવાનો પ્રયાસ કર્યો અને અમે કંઈક ગુમાવ્યું. જો મારે તેના માટે ચૂકવણી કરવી પડી હોય, તો મેં ચૂકવણી કરી. મારાથી બને તેટલું કામ કર્યું અને બધાના પૈસા ચૂકવ્યા જેથી મારા પરિવારનું નામ સાફ થઈ જાય. ધંધામાં ઉતાર-ચઢાવ આવે છે, એવું જરૂરી નથી કે આપણે હંમેશા ટોચ પર રહીએ, ક્યારેક ચઢાવ-ઉતાર આવે, પરંતુ તમારે તમારી સમજદારી અને નીતિમત્તા કેવી રીતે જાળવી રાખવી તે જાણવું જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો: આ રાજ્ય માં ફિલ્મ ‘પઠાણ’ નો થઇ રહ્યો છે જબરદસ્ત વિરોધ, લોકો રસ્તા પર ઉતરી આવ્યા,બાળ્યા શાહરુખ ખાન ના પૂતળા
ટાઇગર શ્રોફે યાદ કર્યા તે દિવસો
જૂન 2020 માં, ટાઇગરે તે સમયને યાદ કરતા કહ્યું- “મને યાદ છે કે કેવી રીતે અમારું ફર્નિચર એક પછી એક વેચવામાં આવ્યું હતું. મારી આસપાસ જે વસ્તુઓ જોઈને હું મોટો થયો હતો તે અદૃશ્ય થવા લાગી. પછી મારો પલંગ જતો રહ્યો. હું ફ્લોર પર સૂઈ ગયો. તે હતી મારા જીવનની સૌથી ખરાબ લાગણી.”