News Continuous Bureau | Mumbai
Koffee with karan 8: કોફી વિથ કારણ 8 નો આગામી એપિસોડ ખુબજ મજેદાર બનવાનો છે. આ એપિસોડ માં જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર જોવા મળવાના છે. આ દરમિયાન જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર ઘણા ખુલાસા કરતા જોવા મળશે. શો નો નવો પ્રોમો સામે આવ્યો છે. જેમાં જ્હાન્વી કપૂર તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા ને ડેટ કરી રહી છે તેનો ખુલાસો કરતી જોવા મળી હતી.
કોફી વિથ કરણ નો નવો પ્રોમો
કોફી વિથ કરણ નો નવો પ્રોમો સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે, જ્હાન્વી કપૂર કહે છે, ‘ગઈ રાતે પાર્ટીમાં હું ફરતી હતી અને લોકોને રેપિડ ફાયર રાઉન્ડ વિશે પ્રશ્નો પૂછતી હતી. જ્યારે નવ્યા નવેલી નંદાએ કહ્યું, ‘ન જાવ.’ ત્યારબાદ કરણ જોહરે જ્હાન્વી ને પૂછ્યું ‘તમારા સ્પીડ-ડાયલ લિસ્ટમાંથી ત્રણ લોકોના નામ આપો.’ જ્હાન્વી કપૂરે તરત જ જવાબ આપ્યો, ‘પાપા, ખુશુ અને શિકુ.’ તેણીએ આટલું કહ્યું કે તરત જ તેને ખબર પડી કે તેણે તેના બોયફ્રેન્ડ શિખર પહાડિયાનું નામ લીધું છે અને પછી ખુશી કપૂર અને કરણ જોહર જોરથી હસવા લાગે છે..
View this post on Instagram
તમને જણાવી દઈએ કે જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર એ શ્રીદેવી અને બોની કપૂર ની દીકરીઓ છે. જ્હાન્વી ફિલ્મોમાં સક્રિય છે તો ખુશી એ તાજેતરમાં જ આવેલી ફિલ્મ ધ આર્ચીઝ થી ડેબ્યુ કર્યું છે.
આ સમાચાર પણ વાંચો : Vedang raina: ખુશી કપૂર ને ડેટ કરવાની વાત પર વેદાંગ રૈના એ તોડ્યું મૌન, ધ આર્ચીઝ અભિનેતા એ કહી આવી વાત