ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
25 સપ્ટેમ્બર 2020
બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર પણ એવા સ્ટાર્સમાંની એક છે, જેણે ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે.
જાહ્નવી તેની નવીનતમ તસવીરો અને વીડિયોસને કારણે ખૂબ જ ચર્ચામાં રહે છે.
દરમિયાન જાહ્નવી કપૂરની બ્રાઇડલ લુકની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે..
તાજેતરમાં જાહ્નવી કપૂર એ જાણીતા ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિજિટલ ઇન્ડિયા કોચર ફેશન વિક માટે ફોટોશૂટ કરાવ્યું છે..
મનીષ મલ્હોત્રાએ નવા ફોટોશૂટ દ્વારા તેમના નવા સંગ્રહ ની ઝલક બતાવી છે. મનીષ મલ્હોત્રાના નવા ડિઝાઇનર લહેગામાં ખુબ જ સુંદર લાગી રહી છે અને તેનો નવો અવતાર લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે..
