Janhvi Kapoor: ‘ભારત માતા કી જય’ બોલતાં જ ટ્રોલ થઈ જાહ્નવી કપૂર, એક્ટ્રેસે આપ્યો દમદાર જવાબ

Janhvi Kapoor Trolled for Saying 'Bharat Mata Ki Jai', Gives Bold Reply
Janhvi Kapoor Trolled for Saying 'Bharat Mata Ki Jai', Gives Bold Reply

News Continuous Bureau | Mumbai

 

Janhvi Kapoor: મુંબઈના ઘાટકોપર (Ghatkopar) વિસ્તારમાં યોજાયેલી દહી હાંડી (Dahi Handi) ઇવેન્ટમાં બોલીવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર (Janhvi Kapoor)ના એક નારાએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી. સ્ટેજ પર આવતા જ જાહ્નવીએ “ભારત માતા કી જય” (Bharat Mata Ki Jai) બોલ્યું, જેને લઈને કેટલાક યુઝર્સે મજાક ઉડાવવાનું શરૂ કર્યું કે “લાગે છે મેડમને લાગ્યું કે આજે પણ 15 ઓગસ્ટ છે.”

આ સમાચાર પણ વાંચો : Param Sundari: રિલીઝ પહેલા જ પરમ સુંદરી ની મુશ્કેલી વધી, ફિલ્મમેકર્સ સામે FIR ની માંગ, જાણો શું છે સમગ્ર મામલો

 

જાહ્નવી નું દમદાર રિએક્શન

જાહ્નવી કપૂરે બીજા દિવસે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી (Instagram Story) પર એક વીડિયો શેર કર્યો, જેમાં દેખાય છે કે BJPના MLA રામ કદમ એ પહેલા “ભારત માતા કી જય” બોલ્યું હતું અને જાહ્નવીએ માત્ર એ નારાને રિપિટ કર્યો હતો. જાહ્નવીએ લખ્યું: “હું ન બોલું તો પણ બવાલ, બોલું તો મીમ્સ. હવે તો હું રોજ બોલીશ – ભારત માતા કી જય!”

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)


ટ્રોલ્સનો સામનો કર્યા પછી હવે જાહ્નવી પોતાની નવી ફિલ્મ ‘પરમ સુંદરી’ (Param Sundari) માટે તૈયાર છે. આ ફિલ્મમાં તેની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા (Sidharth Malhotra) મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ 29 ઓગસ્ટ 2025ના રોજ રિલીઝ થવાની છે અને તેની કહાની ભાષા અને સંસ્કૃતિની ભિન્નતા વચ્ચેની પ્રેમકથા દર્શાવે છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

By Zalak Parikh

Zalak Parikh, an entertainment enthusiasts, boasts 5+ years in writing.

વેલકમ ટુ ધ જંગલ’માં દિશા પાટનીનો જલવો! અભિનેત્રી એ શેર કરી તેની તસવીરો શ્રીલીલાના નવા આઉટફિટે સોશિયલ મીડિયા પર મચાવી ધમાલ! , જુઓ વાયરલ તસવીરો! લંડનની પાર્ટીમાં ઈશા અંબાણીનો જલવો! તસવીરો થઇ સોશિયલ મીડિયા પર વાયરલ. રકુલ પ્રીત સિંહનો કિલર લુક: સોફ્ટ વેવ્ઝ અને મિનિમલ જ્વેલરી સાથે આપ્યા ક્લાસી પોઝ, જુઓ તસવીરો બોલિવૂડમાં શરણાઈઓ વાગશે! અંશુલા કપૂરના લગ્નની વિધિઓ શરૂ, જુઓ તસવીરો બ્લેક રફલ્સમાં શ્રુતિ હાસનનો કિલર લુક! અભિનેત્રીનો નવો અવતાર સોશિયલ મીડિયા પર વાયરલ ફિલ્મો માટે છોડ્યો અભ્યાસ, પછી બની ‘ધક-ધક ગર્લ’! જાણો કેટલી ભણેલી છે માધુરી દીક્ષિત ૪૫ની ઉંમરે ટીવી એક્ટ્રેસ કિશ્વર મર્ચન્ટ નો બીચ લુક વાયરલ, મોનોકિનીમાં આપ્યા કિલર પોઝ! બાલકનીમાં મોનાલિસાનો કાતિલાના અંદાજ, તસવીરો જોઈને ફેન્સના દિલના ધબકારા વધ્યા ટાઇગર પ્રિન્ટ ડ્રેસમાં દિશાનો કિલર લુક, ફેન્સ બોલ્યા- ‘જંગલી બિલ્લી’!