News Continuous Bureau | Mumbai
Janhvi kapoor: જ્હાન્વી કપૂર તેની પ્રોફેશનલ લાઈફ કરતા તેની લવ લાઈફ ને કારણે વધુ ચર્ચામાં રહે છે. હાલમાં જ્હાન્વી નું નામ શિખર પહાડીયા સાથે જોડવામાં આવી રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર બંને કેટલાય સમય થી એકબીજા ને ડેટ કરી રહ્યા છે. આ બધા સમાચાર વચ્ચે જ્હાન્વી કપૂર તેના બોયફ્રેન્ડ સાથે ઉજ્જૈન ના મહાકાલ મંદિરે પહોંચી હતી. અહીં તેને ભસ્મ આરતી માં પણ ભાગ લીધો હતો. જ્હાન્વી સાથે તેના બોયફ્રેન્ડ શિખર પહાડીયા ઉપરાંત જવાન ના ડિરેક્ટર એટલી કુમાર પણ જોવા મળ્યો હતો.
જ્હાન્વી કપૂરે લીધો ભસ્મ આરતી માં ભાગ
જ્હાન્વી કપૂર અને તેના કથિત બોયફ્રેન્ડ શિખર પહાડિયા ના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં એકસાથે પૂજા કરતી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ દરમિયાન જ્હાન્વી ગુલાબી કલર ની સિમ્પલ સાડી માં જોવા મળી હતી. જ્યારેકે શિખર પહાડીયા એ સફેદ કલર નો ઝભ્ભો પહેર્યો હતો. બંને જન બાબા ભોલેનાથ ના ભજન ગાતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત જ્હાન્વી અને શિખર ની પાછળ જવાન ડાયરેક્ટર એટલી કુમાર તેની પત્ની સાથે જોવા મળ્યો હતો.
जान्हवी कपूर पहुंची बाबा महाकालेश्वर के दरबार।#JanhviKapoor pic.twitter.com/4zRP518zRv
— Gaurav Yadav (@ygauravyadav) December 4, 2023
જ્હાન્વી કપૂર ના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો અભિનેત્રી ટૂંક સમય માં રાજકુમાર રાવ સાથે મિસ્ટર એન્ડ મિસિસ માહી માં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચોઃ Janhvi kapoor: જાહ્નવી કપૂરે ફ્લોરલ સાડી માં લગાવ્યા ઠુમકા, અભિનેત્રી નો ડાન્સ જોઈ ચાહકો થયા દીવાના