Site icon

Jawan: ‘જવાન’ની સફળતા પર અક્ષય કુમારે શાહરૂખ ખાનને આપ્યા અભિનંદન, કિંગ ખાનના જવાબે જીતી લીધું દિલ

Jawan: અક્ષય કુમારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ના વખાણ કર્યા હતા. એટલું જ નહીં, તેણે 'જવાન' સફળ થતાં જ શાહરૂખ ખાનને અભિનંદન પણ આપ્યા.

Jawan akshay kumar congratulate shahrukh khan on his film success srk replied to khiladi

Jawan akshay kumar congratulate shahrukh khan on his film success srk replied to khiladi

News Continuous Bureau | Mumbai

Jawan: શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં જ વિશ્વભરમાં રૂ. 500 કરોડ (ગ્રોસ)નો આંકડો પાર કરી લીધો છે. આ ફિલ્મ માટે ઘણી હસ્તીઓ કિંગ ખાનના વખાણ કરી રહી છે. હવે આ યાદીમાં અક્ષય કુમારનું નામ પણ સામેલ થઈ ગયું છે. ફિલ્મની સફળતા પર ઇન્ડસ્ટ્રીના ‘ખેલાડી’ એ અભિનેતાને અભિનંદન પાઠવ્યા છે.

Join Our WhatsApp Community

 

અક્ષય કુમારે પાઠવ્યા અભિનંદન 

અક્ષય કુમારે તેના એક્સ (અગાઉનું ટ્વિટર) પર શાહરૂખ ખાનને તેની ફિલ્મ ‘જવાન’ ની મોટી સફળતા બદલ અભિનંદન ની નોંધ લખી. અભિનેતાએ ફિલ્મના કલેક્શનનો સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું, “કેટલી મોટી સફળતા. મારા જવાન પઠાણ શાહરૂખ ખાનને અભિનંદન. અમારી ફિલ્મો પાછી ફરી છે.”

શાહરુખ ખાને આપ્યો જવાબ 

શાહરૂખ ખાને પણ તેના એક્સ (અગાઉ નું ટ્વીટર) પર અક્ષય કુમારનો આભાર વ્યક્ત કર્યો હતો અને તેના પર પ્રેમ પણ વરસાવ્યો હતો. અભિનેતાએ લખ્યું, ” તમે અમારા માટે પ્રાર્થના કરી ને, તો તે કેવી રીતે ખાલી જશે?” ઓલ ધ બેસ્ટ અને તંદુરસ્ત રહો ખિલાડી! ઘણો પ્રેમ.” નેટીઝન્સને પણ બંને વચ્ચેની આ વાતચીત પસંદ આવી.

જવાન ની સ્ટારકાસ્ટ 

તમને જણાવી દઈએ કે એટલી દ્વારા નિર્દેશિત જવાનમાં શાહરૂખ ખાન ડબલ રોલમાં છે, આ ફિલ્મમાં નયનતારા અને વિજય સેતુપતિ પણ છે. આ ઉપરાંત, તેમાં સાન્યા મલ્હોત્રા, પ્રિયામણિ, લહેર, આલિયા કુરેશી અને અન્ય મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સંજય દત્ત કેમિયો કરતા જોવા મળશે.

આ સમાચાર પણ વાંચો :  Jawan: જવાન ની રિલીઝ ડેટ નું છે જન્માષ્ટમી સાથે ખાસ કનેક્શન, શાહરુખ ખાન ના ફેને આપી સાબિતી

 

Rubina Dilaik Surprises Fans: રુબીના દિલૈકે શેર કર્યા ગુડ ન્યૂઝ! જોડિયા પુત્રીઓ બાદ અભિનેત્રીએ ત્રીજી પ્રેગ્નન્સીની કરી જાહેરાત? જાણો વીડિયો પાછળનું સત્ય
Ranveer Singh in Trouble: ‘કાંતારા’ ના પવિત્ર દ્રશ્યની નકલ મામલે રણવીર સિંહ વિરુદ્ધ FIR, બેંગલુરુમાં હિન્દુ સંગઠનોએ નોંધાવ્યો વિરોધ
Bharti Singh Second Baby Name: ભારતી અને હર્ષે સોશિયલ મીડિયા પર કરી બીજા દીકરા ના નામ ની જાહેરાત, જાણો આ નામનું ધાર્મિક અને સામાજિક મહત્વ
Ikkis OTT Release: થિયેટર બાદ હવે OTT પર નસીબ અજમાવશે ‘ઇક્કીસ’: જાણો ક્યારે અને કયા પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે અગસ્ત્ય નંદાની ફિલ્મ
Exit mobile version