Site icon

Jawan box office collection: ‘જવાન’ એ ચોથા દિવસે કર્યો કમાલ, કરી સૌથી વધુ કમાણી , જાણો ફિલ્મ નું કુલ કલેક્શન

Jawan box office collection day 4 shahrukh khan earns highest on sunday

Jawan box office collection: 'જવાન' એ ચોથા દિવસે કર્યો કમાલ, કરી સૌથી વધુ કમાણી , જાણો ફિલ્મ નું કુલ કલેક્શન

News Continuous Bureau | Mumbai 

 Jawan box office collection: બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ ‘જવાન’ ચોથા દિવસે અત્યાર સુધીમાં સૌથી વધુ કલેક્શન કરવામાં સફળ રહી છે. આ ફિલ્મ સાથે કિંગ ખાને બોલિવૂડમાં સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મનો રેકોર્ડ બનાવી લીધો છે. ગુરુવારે રિલીઝ થયેલી આ ફિલ્મે પ્રથમ દિવસે વિશ્વભરમાં 129 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

 

જવાન નું રવિવાર ના દિવસ નું કલેક્શન 

આ ફિલ્મ ભારતીય બોક્સ ઓફિસ પર જ 75 કરોડ રૂપિયાની કમાણી કરવામાં સફળ રહી હતી. ફિલ્મના બિઝનેસમાં બીજા દિવસે થોડો ઘટાડો થયો અને 53 કરોડની કમાણી કરી. ત્રીજા દિવસે ફિલ્મનો બિઝનેસ ગ્રાફ ફરી ઊંચો ગયો અને તેણે 77 કરોડ 83 લાખ રૂપિયાનો બિઝનેસ કર્યો. અત્યાર સુધી મળેલી માહિતી મુજબ ફિલ્મે ચોથા દિવસે 81 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.

આ સમાચાર પણ વાંચો : Jawan controversy : ફિલ્મ જવાન ના નિર્માતા ને લાગ્યો મોટો ઝટકો, આ દેશમાં ‘જવાન’ ની રિલીઝ પર લગાવવામાં આવી રોક , જાણો શું છે કારણ

જવાન નું વિશ્વવ્યાપી કલેક્શન 

‘ગદર 2′ એ હિન્દી ફિલ્મોના ઈતિહાસમાં ત્રીજા દિવસે સૌથી વધુ કમાણી કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ગયા મહિને રિલીઝ થયેલી આ ફિલ્મે ત્રીજા દિવસે 51.7 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.’જવાન’ એ માત્ર બે દિવસમાં 240 કરોડ રૂપિયાથી વધુનું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન કર્યું. ત્રીજા દિવસે, ફિલ્મે ભારતમાં જ લગભગ રૂ. 90 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જ્યારે વિદેશી બજારમાં પણ ફિલ્મે શનિવારે મજબૂત વૃદ્ધિ હાંસલ કરી છે. અંતિમ આંકડાઓ બહાર આવે ત્યાં સુધીમાં ‘જવાન’નું ત્રીજા દિવસનું વિશ્વવ્યાપી ગ્રોસ કલેક્શન રૂ. 125 કરોડથી વધુ હશે. એટલે કે શાહરુખની ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં જ વિશ્વભરના બોક્સ ઓફિસ પર 350 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી લીધી છે.

Exit mobile version