News Continuous Bureau | Mumbai
Jaya bachchan: જયા બચ્ચન અને પાપારાઝી વચ્ચે 36 નો આંકડો છે. જયા બચ્ચન જે પણ ઇવેન્ટ માં જાય છે ત્યાં પાપારાઝી તેમને પોઝ આપવા કહેતા હોય છે પરંતુ જયા બચ્ચન ને આ પસંદ આવતું નથી અને તેઓ પાપારાઝી પર ગુસ્સે પણ થઇ જાય છે અને તેમને સલાહ પણ આપે છે. હાલમાં આવું જ કઈ જયા બચ્ચન અને પાપારાઝી વચ્ચે જોવા મળ્યું હતું. જયા બચ્ચન ઇરા અને નૂપુર ના રિસેપ્શન માં પહોંચી હતી જ્યાં તે ફરીથી પાપારાઝી થી નારાજ જોવા મળી હતી જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
જયા બચ્ચન થઇ પાપારાઝી થી નારાજ
જયા બચ્ચન ઇરા અને નૂપુર ના લગ્ન ના રીસેપ્શન માં હાજરી આપવા આવી હતી. આ દરમિયાન તેની સાથે તેની દીકરી શ્વેતા નંદા અને સોનાલી બેન્દ્રે પણ જોવા મળ્યા હતા. જયા બચ્ચને તેની દીકરી શ્વેતા બચ્ચન સાથે પાપારાઝી ને પોઝ આપ્યા હતા. ત્યારબાદ સોનાલી બેન્દ્રે એ પણ જયા અને શ્વેતા સાથે પોઝ આપ્યા હતા. આ દરમિયાન હંમેશની જેમ જયા બચ્ચન ટીઝીંગ મૂડમાં જોવા મળી હતી. તેણે પાપારાઝીને પૂછ્યું, “તમે કોણ છો?” ત્યારબાદ ફોટોગ્રાફર દ્વારા તેમને પોઝ અંગે સૂચના આપવા બદલ પાપારાઝી ને ફટકાર લગાવી હતી.
જયા બચ્ચન ના આવા વ્યવહાર ને લઈને ફરી એકવાર નેટીઝ્ન્સે તેની ટીકા કરી હતી.
આ સમાચાર પણ વાંચો : Aamir khan: દીકરી ની વિદાય બાદ ભાવુક થયો આમિર ખાન, મીડિયા સામે વ્યક્ત કરી લાગણી
