જેનિફર વિંગેટે કરણ સિંહ ગ્રોવર સાથે ના છૂટાછેડા પર તોડ્યું મૌન, અભિનેતા વિશે કહી આ વાત

જેનિફર વિંગેટ ટીવીની લોકપ્રિય અભિનેત્રી છે. અભિનેત્રીએ કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યા નહીં. જેનિફરે હવે તેના છૂટાછેડા પર પોતાનું મૌન તોડ્યું છે.

by Zalak Parikh
jennifer winget said about her divorce with karan singh grover

News Continuous Bureau | Mumbai

જેનિફર વિંગેટ ટીવીની લોકપ્રિય અભિનેત્રી છે. તેણે માત્ર 12 વર્ષની ઉંમરે ‘રાજા કો રાની સે પ્યાર હો ગયા’ ફિલ્મમાં કામ કર્યું હતું. જેનિફરે ટીવી શો દિલ મિલ ગયે, બેહદ, કહીં તો હોગા અને બેપન્નાહ જેવી લોકપ્રિય ટીવી સિરિયલોમાં કામ કરીને પોતાની અલગ ઓળખ બનાવી છે. હાલમાં તે તેની સિંગલ લાઈફનો આનંદ માણી રહી છે. તે ટીવી શોના સેટ પર જ કરણ સિંહ ગ્રોવરને મળી હતી. જે બાદ તેણે 2012માં તેની સાથે લગ્ન કર્યા હતા. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યા નહીં અને તેઓ અલગ થઈ ગયા. હવે વર્ષો પછી, જેનિફરે કરણ સિંહ ગ્રોવર સાથેના છૂટાછેડા પર પોતાનું મૌન તોડ્યું છે. 

આ સમાચાર પણ વાંચો: સલમાન ખાને આમિર ખાનની ‘ચેમ્પિયન્સ કરવાની પાડી દીધી ‘ના’, હવે આ સુપરસ્ટાર પર દાવ લગાવવા તૈયાર છે આમિર!

જેનફર વિંગેટે છૂટાછેડા પર કહી આ વાત 

કરણ સિંહ ગ્રોવર સાથેના છૂટાછેડા પર જેનિફરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘હું માનું છું કે અમે બંને આ માટે તૈયાર નહોતા. તે માત્ર તે (કરણ સિંહ ગ્રોવર) કે હું નહોતી. અમે બંને એ પગલું ભરવા તૈયાર નહોતા. અમે ઘણા સમયથી મિત્રો હતા. જ્યારે પણ અમે મળતાં ત્યારે અમે ઘરમાં ધૂમ મચાવતા હતા, પણ મને લાગે છે કે તે એક કમનસીબ સમય હતો.જેનિફર સાથેના છૂટાછેડા પછી કરણ સિંહ ગ્રોવરે 30 એપ્રિલ 2016ના રોજ બિપાશા બાસુ સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 7 વર્ષ બાદ તેમના ઘરે દીકરીનો જન્મ થયો.જ્યારેકે જેનિફર સિંગલ લાઈફ ની મજા માણી રહી છે. 

Join Our WhatsApp Community

You may also like