Site icon

શું ફરી જોવા મળશે ‘રાજ-સિમરન’ ની જોડી? શાહરૂખ ખાન સાથે કામ કરવા ને લઇ ને કાજોલે તોડ્યું મૌન

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના સ્ટાર્સ શાહરૂખ ખાન અને કાજોલને સિલ્વર સ્ક્રીન પર તેમના ચાહકો દ્વારા ઘણો પ્રેમ મળ્યો છે. હવે કાજોલે એક ઈન્ટરવ્યુ દરમિયાન શાહરૂખ ખાન સાથે કામ કરવાની વાત કરી છે.

kajol to reunite with shahrukh khan after dilwale here is what actress say

શું ફરી જોવા મળશે 'રાજ-સિમરન' ની જોડી? શાહરૂખ ખાન સાથે કામ કરવા ને લઇ ને કાજોલે તોડ્યું મૌન

 

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં કેટલાક સ્ટાર્સે સ્ક્રીન પર એવી જોડી બનાવી છે કે ચાહકો તેમને વારંવાર જોવા માંગે છે. આમાંથી એક જોડી શાહરૂખ ખાન અને કાજોલની છે. બંનેએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે અને બોક્સ ઓફિસ પર પણ દબદબો જમાવ્યો છે. શાહરૂખ ખાન આ દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘પઠાણ’ને લઈને ચર્ચામાં છે, તો કાજોલ તેની આગામી ફિલ્મ ‘સલામ વેંકી’ને લઈને ચર્ચામાં છે. કાજોલ પોતાની ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન તેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન શાહરૂખ ખાન સાથે કામ કરવાના સવાલનો જવાબ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે, શાહરૂખ ખાન અને કાજોલે છેલ્લી વાર 2015માં આવેલી ફિલ્મ ‘દિલવાલે’માં કામ કર્યું હતું.

Join Our WhatsApp Community

kajol to reunite with shahrukh khan after dilwale here is what actress say

 શાહરૂખ ખાન સાથે કામ કરવા પર કાજોલે આ પ્રતિક્રિયા આપી હતી

કાજોલે એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તે શાહરૂખ ખાન સાથે કામ કરશે કે નહીં. કાજોલને પૂછવામાં આવ્યું કે શું તે ભવિષ્યમાં શાહરૂખ ખાન સાથે કામ કરશે? તેના પર કાજોલે કહ્યું, ‘હાલ તો આવું કોઈ પ્લાનિંગ નથી. આ વિશે પહેલા શાહરૂખ ખાનને પૂછવું જોઈએ. અત્યારે મારી પાસે એવી કોઈ ફિલ્મની સ્ટોરી નથી જેમાં હું અને શાહરૂખ ખાન સાથે દેખાઈએ. પરંતુ જો ભવિષ્યમાં આવું થશે તો તે ચોક્કસપણે શાહરૂખ ખાન સાથે ફરીથી કામ કરવાનું પસંદ કરશે.

 

કોંગ્રેસનો અત્યાર સુધીનો શરમજનક દેખાવ, સાંજે ભાજપ કાર્યાલય ખાતે પીએમ કરશે સંબોધન

શાહરૂખ ખાન અને કાજોલે આ ફિલ્મો માં સાથે કામ કર્યું છે

શાહરૂખ ખાન અને કાજોલે ‘બાઝીગર’, ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’, ‘કભી ખુશી કભી ગમ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘માય નેમ ઈઝ ખાન’ અને ‘દિલવાલે’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. આ ફિલ્મો બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. હવે ચાહકો ફરીથી શાહરૂખ ખાન અને કાજોલને ફિલ્મોમાં જોવા માંગે છે. હવે આવનારો સમય જ કહેશે કે આ જોડી ફરી સાથે આવશે કે નહીં.

 

Dharmendra Discharged: ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ઘરે પહોંચ્યા, પરિવારનું પહેલું નિવેદન, મીડિયાકર્મીઓને કરી આવી વિનંતી
Dharmendra: ધર્મેન્દ્રને દર મહિને સરકાર તરફથી મળે છે પેન્શન, જાણો કેમ મળે છે આ સુવિધા
Govinda Hospitalized: અચાનક બગડી અભિનેતા ગોવિંદાની તબિયત! તાત્કાલિક મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરાયા
Dharmendra Discharged: ‘હી-મેન’ ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ! હવે ઘરે જ થશે સારવાર, ચાહકોએ લીધો રાહતનો શ્વાસ.
Exit mobile version