News Continuous Bureau | Mumbai
kalki 2898 ad: કલ્કિ 2898 એડી થિયેટરો માં ધૂમ મચાવી રહી છે. પ્રભાસ,અમિતાભ બચ્ચન, દીપિકા પાદુકોણ અને કમલ હસન અભિનીત આ ફિલ્મ ને દર્શકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મે ભારતમાં 600 કરોડથી વધુની કમાણી કરી છે. કલ્કિ 2898 એડી ને દુનિયાભર માં પસંદ કરી રહ્યા છે. તેવામાં ફિલ્મ ના મેકર્સ ને લીગલ નોટિસ મળી છે તેમના પર એક ધર્મગુરુ એ આરોપ લગાવ્યો છે.
આ સમાચાર પણ વાંચો : NFDC Netflix : NFDC અને નેટફ્લિક્સ પાર્ટનર “ધ વોઇસબોક્સ” – ભારતમાં વોઇસ-ઓવર આર્ટિસ્ટ્સ માટે એક અપસ્કિલિંગ પ્રોગ્રામ લોન્ચ કરશે
કલ્કિ 2898 એડી ના મેકર્સ ને મળી લીગલ નોટિસ
લીગલ નોટિસમાં લખવામાં આવ્યું હતું કે, “તમારી ફિલ્મે હિંદુ પૌરાણિક ગ્રંથોમાં લખેલા અને કહેવા મુજબ ભગવાન કલ્કિ વિશેના મૂળભૂત ખ્યાલને બદલી નાખ્યો છે. આ કારણોસર, ભગવાન કલ્કીની વાર્તાનું ચિત્રણ સંપૂર્ણપણે ખોટું છે અને આ પવિત્ર ગ્રંથોની વિરુદ્ધ છે.લાખો ભક્તોની ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓનો પણ ઘોર અનાદર. આવા પાત્રે પહેલાથી જ હિન્દુઓમાં ભ્રમ પેદા કર્યો છે અને ભગવાન કલ્કીની પૌરાણિક કથાઓને નુકસાન પહોંચાડી શકે છે.
Delhi: “The notice we issued is on behalf of our client, Acharya Pramod Krishnam, who is the Peethadheeshwar of Kalki Dham. Based on this, we have sent a legal notice to the director, producer, and actor of the film ‘Kalki 2898 AD’. We believe this film harms our Hindu religion… pic.twitter.com/EAmzP5q2bE
— IANS (@ians_india) July 20, 2024
સુપ્રીમ કોર્ટ ના એક વકીલે આ વિશે વાત કરતા મીડિયા ને જણાવ્યું કે, ‘આવા ખોટા પાત્રો બનાવવા પાછળ ફિલ્મ નિર્માતાઓના કેટલાક હેતુઓ હોય છે. મેકર્સે દાવો કરવા માટે મહાકાવ્ય મહાભારતના દ્રશ્યો ઉધાર લીધા છે. ખોટી રજૂઆતનું ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે ફિલ્મમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે ભગવાન કલ્કિનો જન્મ કૃત્રિમ ગર્ભાધાન દ્વારા થયો હતો. ઘણા મૂંઝાયેલા ભક્તોએ આચાર્યનો સંપર્ક કર્યો, એમ તેમણે જણાવ્યું હતું. આથી અમે તેમને લીગલ નોટિસ મોકલી છે.’
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)