News Continuous Bureau | Mumbai
Kangana ranaut emergency: કંગના રનૌત ની ફિલ્મ ઇમરજન્સી વિવાદો માં ઘેરાયેલી હતી.થોડા દિવસો પહેલા શીખ સમુદાય એ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી. આ પછી મામલો હાઈકોર્ટમાં ગયો અને ત્યાં સેન્સર બોર્ડ તરફથી સર્ટિફિકેટ ન મળવાને કારણે ફિલ્મને મોકૂફ રાખવામાં આવી હતી.ફાઈનલી હવે આ ફિલ્મ ને સેન્સર બોર્ડે ‘UA’ સર્ટિફિકેટ આપ્યું છે. ફિલ્મ માં અમુક બદલાવ અને કટ સાથે ફિલ્મ ને રિલીઝ કરવાની પરવાનગી મળી છે.
આ સમાચાર પણ વાંચો: Aishwarya Majmudar Navaratri : વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલમાં દેશી કલાકારોના તાલે ઝૂમી રહ્યા છે વિદેશમાં વસતા ગુજરાતીઓ
ઈમરજન્સી ને મળ્યું UA’ સર્ટિફિકેટ
સેન્સર બોર્ડે મણિકર્ણિકા ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડને 10 ફેરફારોની યાદી મોકલી છે, જેમાં મોટા ભાગના એવા દ્રશ્યો છે જેનો શીખ સમુદાયે વિરોધ કર્યો છે. આ સાથે જ સેન્સર બોર્ડ નું કહેવું છે કે નિર્માતાઓએ ભૂતપૂર્વ યુએસ પ્રમુખ રિચર્ડ મિલહૌસ નિકસન દ્વારા ભારતીય મહિલાઓ પ્રત્યે કરેલી અપમાનજનક ટિપ્પણી અને બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલના ભારતીયો સસલાની જેમ ઉછેર કરે છે આ નિવેદન ના સ્ત્રોતો રજૂ કરવા પડશે.
BIG NEWS 🚨 Kangana Ranaut’s film ‘Emergency’ gets a U/A certificate from the Censor Board with cuts, edits and disclaimers.
Release of Kangana Ranaut’s ‘Emergency’ was postponed.
Last month, the film ran into trouble after various Sikh organisations, including Akal Takht and… pic.twitter.com/CUsBexALmT
— Times Algebra (@TimesAlgebraIND) September 8, 2024
આ સિવાય સેન્સર બોર્ડે ફિલ્મ ઈમરજન્સીના એક ડાયલોગની પણ નોંધ લીધી છે, જેમાં ફિલ્મના એક ડાયલોગમાં વપરાયેલ સરનેમ હટાવવા માટે કહેવામાં આવ્યું છે. તેમજ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા સંશોધન સંદર્ભો અને ડેટા માટે તથ્યપૂર્ણ સ્ત્રોતોનો ઉલ્લેખ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. જેમાં બાંગ્લાદેશી શરણાર્થીઓ વિશેની માહિતી, કોર્ટના નિર્ણયોની વિગતો અને ‘ઓપરેશન બ્લુસ્ટાર’ના આર્કાઇવલ ફૂટેજનો ઉપયોગ કરવાની પરવાનગીનો સમાવેશ થાય છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)