ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 નવેમ્બર 2021
શનિવાર.
વર્ષ 1947માં દેશની આઝાદીને 'ભીખ' કહીને વિવાદોમાં ફસાયેલી 'પંગા ગર્લ' કંગના રનૌતે ફરી એકવાર આ મામલે પોતાનો મત વ્યક્ત કર્યો છે.
પ્રાપ્ત જાણકારી મુજબ કંગના પદ્મશ્રી એવોર્ડ પરત કરવા તૈયાર છે, પરંતુ આ માટે તેણે એક શરત મૂકી છે.
આ નિવેદન પર કંગનાએ કહ્યું કે જો તેના શબ્દો ખોટા સાબિત થશે તો તે માફી સાથે પદ્મશ્રી એવોર્ડ પરત કરવા તૈયાર છે.
સાથે જ અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર એક પુસ્તકના અંશો શેર કર્યા છે. આ પુસ્તકનું નામ છે ‘જસ્ટ ટુ સેટ ધ રેકોર્ડ્સ સ્ટ્રેટ’.
હાલ દેશભરમાં કંગના રનૌત વિરુદ્ધ વિરોધ પ્રદર્શન ચાલુ છે. અભિનેત્રી ના નિવેદન સામે રાજકારણીઓ અને અન્ય ઘણા લોકોએ વાંધો ઉઠાવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પદ્મશ્રી મળ્યાના એક દિવસ બાદ કંગનાએ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.