News Continuous Bureau | Mumbai
Kangana ranaut: કંગના રાનૌત તેના સ્પષ્ટ વક્તા માટે જાણીતી છે. તે ઘણીવાર તેના નિવેદન ને કારણે ચર્ચામા આવતી રહે છે. પરંતુ આ વખતે તેનું ચર્ચામાં આવવાનું કારણ બીજું છે. આમ તો કંગના કોઈ સેલેબ્સ ના વખાણ કરતી નથી પરંતુ હાલ માં કંગના એ ઘણા સેલેબ્સ ના કામ ના વખાણ કર્યા છે. હવે કંગનાએ ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાના વખાણ કરતા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. જેને જોઈને લોકો ને પણ નવાઈ લાગી છે.
આ સમાચાર પણ વાંચો : Dipika kakar: શું બીજીવાર માતા બનવાની છે શોએબ અબ્રાહિમ ની પત્ની દીપિકા? વાયરલ વિડીયો જોઈ લોકો એ પૂછ્યા આ સવાલ
કંગના રનૌતે કર્યા ઐશ્વર્યા ના વખાણ
કંગના એ તેની ઇન્સ્ટા સ્ટોરી માં ઐશ્વર્યા રાય બચ્ચન ની ઘણી કલીપ શેર કરી છે અને આ કલીપ સાથે ઐશ્વર્યા ની સુંદરતા ના વખાણ કરતા લખ્યું, ‘એશની શાનદાર સુંદરતાની પ્રશંસાની વાર્તા.’

ઐશ્વર્યા રાય બચ્ચન ની પોનીયન સેલ્વન જયારે રિલીઝ થઇ હતી ત્યારે પણ કંગના એ ઐશ્વર્યા ની સુંદરતા ના વખાણ કર્યા હતા.