Site icon

Karan Johar: રણવીર-દીપિકા બાદ હવે કોણ બનશે કરણ જોહર ના ચેટ શો કોફી વિથ કરણ નો આગામી મહેમાન? ફિલ્મમેકરે આપ્યો સંકેત

Karan Johar:કરણ જોહર નો ચેટ શો 'કોફી વિથ કરણ 8' ના પહેલા એપિસોડ માં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ગેસ્ટ તરીકે જોવા મળ્યા હતા. હવે દર્શકો ના મન માં એ સવાલ ઉભો થાય છે કે બીજા એપિસોડ માં કઈ જોડી આ ચેટ શોમાં ભાગ લેશે. તો હવે કરણ જોહરે પોતે બીજા એપિસોડમાં આવનારા સેલિબ્રિટી કપલ વિશે હિંટ આપી છે.

karan johar gave a hint who will be next guest in koffee with karan after deepika ranveer

karan johar gave a hint who will be next guest in koffee with karan after deepika ranveer

News Continuous Bureau | Mumbai

Karan Johar: કરણ જોહરનો ‘કોફી વિથ કરણ’ સીઝન 8 નો પહેલો એપિસોડ ગુરુવારે રિલીઝ થયો હતો. રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ આ શોમાં પહેલા ગેસ્ટ બન્યા હતા. બંનેએ તેમના અંગત જીવન સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા જે સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. આ ઉપરાંત બન્ને ના લગ્ન નો વિડીયો પણ આ શો માં બતાવવામાં આવ્યો હતો. આ એપિસોડ સુપરહિટ રહ્યો હતો. હવે બધાની નજર શોના આગામી ગેસ્ટ પર છે. આ અંગે કરણ જોહરે ઈન્સ્ટાગ્રામ પર એક હિંટ આપી છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Karan Johar: NMACC ઈવેન્ટ દરમિયાન કરણ જોહર ને આવ્યો હતો પેનિક એટેક, આ અભિનેતા એ કરી નિર્દેશક ની આવી રીતે મદદ

 

કરણ જોહરે આપી હિન્ટ 

કોફી વિથ કરણ નો પહેલો એપિસોડ સ્ટ્રીમ થયા બાદ કરણ ઇન્સ્ટાગ્રામ પર લાઇવ આવ્યો હતો. તેણે થોડીવાર ચર્ચા કરી અને આગામી એપિસોડ વિશે પણ જણાવ્યું કે હવે ના સેગ્મેન્ટ માં ભાઈ-બહેનની જોડી હશે.આના પર લોકો એ જ્હાન્વી કપૂર અને ખુશી કપૂર ના નામ પર અનુમાન લગાવ્યું. તો ઘણા એ સારા અલી ખાન અને ઇબ્રાહિમ અલી ખાન ના નામ નું પણ અનુમાન લગાવ્યું. પરંતુ કરણે આ બન્ને ભાઈ બહેન ની જોડી ના નામ ને નકારી કાઢ્યા અને તેને સંકેત આપ્યો કે આ જોડીએ છેલ્લા કેટલાક વર્ષોમાં તેમના કામથી સનસનાટી મચાવી છે.કરણ જોહર ની આ હિન્ટ પર થી લાગે છે કે કદાચ સની દેઓલ અને બોબી દેઓલ તેના બીજા એપિસોડ ના ગેસ્ટ બની શકે છે. 

Madhuri Dixit: ૩૭ વર્ષ પહેલાં રિલીઝ થયેલા આ હિટ ગીત ને કારણે માધુરી દીક્ષિત થઇ હતી લોકપ્રિય, આ ગીત પર જ લોકોએ વરસાવ્યા હતા પૈસા
Paresh Rawal On The Taj Story: ‘ધ તાજ સ્ટોરી’ની રિલીઝના વિવાદ પર પરેશ રાવલે આપી પ્રતિક્રિયા, ફિલ્મ ને લઈને કહી આવી વાત
Anupamaa Promo: શું ખરેખર ‘અનુપમા’માં થશે ગૌરવ ખન્નાની વાપસી? સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા શોનો નવો પ્રોમો જોઈને ફેન્સ આશ્ચર્યચકિત
Battle of Galwan: સલમાન ખાન ની ‘બેટલ ઑફ ગલવાન’માં થઇ આ સુપરસ્ટાર ની એન્ટ્રી? એક તસવીરથી શરૂ થઈ ચર્ચા
Exit mobile version