Karan Johar: રણવીર સિંહ, દીપિકા પાદુકોણ અને આ અભિનેતા સાથે લવ ટ્રાયેંગલ ફિલ્મ બનાવવા માંગે છે કરણ જોહર, રણબીર કપૂર સાથે છે ખાસ કનેક્શન

Karan Johar: કરણ જોહર નો ચેટ શો કોફી વિથ કારણ આજથી શરૂ થઇ રહ્યો છે. આ શો ના પહેલા ગેસ્ટ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ છે.આ છે સો દરમિયાન દીપિકા, રણવીર અને રણબીર સાથે ફિલ્મ સંગમ ની ફિલ્મની રિમેક બનાવવા અંગે કરણે આપેલા નિવેદને ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચાડ્યો છે.

by Zalak Parikh
karan johar make sangam remake with ranveer singh deepika padukone and ranbir kapoor

News Continuous Bureau | Mumbai

Karan Johar: કરણ જોહરનો સેલિબ્રિટી ચેટ શો ‘કોફી વિથ કરણ 8’ આજથી શરૂ થઈ રહ્યો છે. આ શો ના પહેલા ગેસ્ટ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ છે. હવે કરણ જોહર તેના તાજેતરના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં છે. સેલિબ્રિટી કપલ સાથે ચેટ કરતી વખતે, કરણ જોહરે ટ્રાયેંગલ પર આધારિત ફિલ્મમાં દીપિકા અને રણવીર સાથે ત્રીજા સ્ટારને કાસ્ટ કરવા અંગે એક મોટું નિવેદન આપ્યું છે, જેણે સોશિયલ મીડિયા પર હલચલ મચાવી દીધી છે.

 

કરણ જોહર ની લવ ટ્રાયેંગલ ફિલ્મ ની સ્ટારકાસ્ટ 

કોફી વિથ કરણ નો સૌથી મજેદાર રેપિડ ફાયર સેગમેન્ટમાં, જ્યારે કરણ જોહરે રણવીર સિંહ ને પૂછ્યું હતું કે, ‘એક લવ ટ્રાયેંગલ માં જેમાં તું અને દીપિકા છે, તો કયા પુરુષ અભિનેતાને ત્રીજા પાત્ર તરીકે જોવામાં તેમને કોઈ વાંધો નથી.’ આ સવાલ નો રણવીર સિંહે જવાબ આપ્યો, ‘રણબીર. તમે અમારા ત્રણેય સાથે ફિલ્મ ‘સંગમ’ બનાવવા માંગતા હતા.તેનું શું થયું?’ આ સાંભળીને કરણ કહે છે કે તે આવી ફિલ્મ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. રણવીર સાથે લગ્ન કરતા પહેલા રણબીર સાથે રિલેશનશિપમાં રહેલી દીપિકા કહે છે કે તે ચોક્કસપણે આ ફિલ્મનો ભાગ બનશે.

આ સમાચાર પણ વાંચો: Koffee with karan season 8: ‘કોફી વિથ કરણ 8’ માં દીપિકા અને રણવીર સિંહે કરણ જોહર સામે ખોલ્યું મોટું રહસ્ય, શો માં પહેલીવાર જોવા મળશે બન્ને સાથે જોડાયેલી આ વસ્તુ

રણબીર કપૂર ના દાદા રાજ કપૂર ની ફિલ્મ હતી સંગમ 

તમને જણાવી દઈએ કે, લવ ટ્રાયેંગલ પર આધારિત ‘સંગમ’, રણબીર કપૂરના દાદા રાજ કપૂર દ્વારા નિર્મિત અને નિર્દેશિત, વર્ષ 1964ની બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મમાં રાજ કપૂર, વૈજયંતિમાલા અને રાજેન્દ્ર કુમાર જેવા સ્ટાર્સ હતા. એટલું જ નહીં, વિદેશમાં શૂટ થનારી આ પહેલી ભારતીય ફિલ્મ હતી. તે સમયે તે 238 મિનિટની અવધિ સાથે સૌથી લાંબી ચાલતી ભારતીય ફિલ્મ પણ હતી.હવે દીપિકા, રણવીર અને રણબીર સાથે આ ફિલ્મની રિમેક બનાવવા અંગે કરણે આપેલા નિવેદને ચાહકોનો ઉત્સાહ સાતમા આસમાને પહોંચાડ્યો છે.

Join Our WhatsApp Community

You may also like