News Continuous Bureau | Mumbai
Karan Johar: શાહરૂખ ખાન અને કરણ જોહરની મિત્રતા આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ફેમસ છે. બંનેએ ઘણા પ્રોજેક્ટ્સમાં સાથે કામ કર્યું છે. આ બંનેએ કુછ કુછ હોતા હૈ, કભી ખુશી કભી ગમ અને માય નેમ ઈઝ ખાન દ્વારા લોકોનું ઘણું મનોરંજન કર્યું છે. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં કરણે શાહરૂખ ખાન સાથેની તેની ગાઢ મિત્રતા વિશે વાત કરી હતી.
શાહરુખ ખાને કરણ જોહર માટે ફ્રી માં કર્યું કામ
કરણ જોહરે જણાવ્યું કે કેવી રીતે કિંગ ખાને મફતમાં બ્રહ્માસ્ત્ર માં કામ કર્યું હતું. એક મીડિયા હાઉસ ને આપેલા ઈન્ટરવ્યુમાં કરણે કિંગ ખાન સાથે જોડાયેલી ઘણી બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. તેણે જણાવ્યું કે કેવી રીતે શાહરૂખે ‘એ દિલ હૈ મુશ્કિલ’ અને ‘બ્રહ્માસ્ત્ર’માં મફતમાં કેમિયો કર્યો હતો. ફિલ્મ નિર્માતાએ કહ્યું, “તેણે ‘બ્રહ્માસ્ત્ર’માં 14 દિવસ સુધી શૂટિંગ કર્યું. આ અમારો સંબંધ છે.” જ્યારે હોસ્ટે અનુમાન કર્યું કે શું આની ભરપાઈ કરવા માટે ફિલ્મ નિર્માતાએ તેને મોંઘી ભેટ આપી છે? આના પર કરણે હસીને કહ્યું, “હું તેમને કપડાં આપું છું અને તેઓને તે ખૂબ ગમે છે.” આ સિવાય ફિલ્મ નિર્માતાએ એ પણ શેર કર્યું કે તેની અને શાહરૂખ વચ્ચે કોઈ પૈસાની આપ-લે નથી. અભિનેતાએ તેની પાસે ક્યારેય પૈસા માંગ્યા નથી તેમ જણાવતા તેણે કહ્યું, “જે પણ આપવામાં આવે છે, તે લે છે.” 2011નું ઉદાહરણ આપતા કરણે શેર કર્યું હતું કે રા.વનના શૂટિંગ દરમિયાન, જ્યારે ટીમ ડબલ શિફ્ટ માં કામ કરી રહી હતી ત્યારે શાહરુખની વિનંતી પર તે એક ભાગનું નિર્દેશન કરવા માટે આગળ આવ્યો હતો,.તેણે કહ્યું “અમારા સંબંધોમાં આ કોઈ મોટી વાત નથી”.
આ સમાચાર પણ વાંચો : Dunki release date:‘જવાન’ ની સક્સેસ ઈવેન્ટમાં શાહરૂખ ખાને કરી ‘ડંકી’ ની રિલીઝ ડેટ કન્ફ્રર્મ, જાણો ક્યારે સિનેમાઘરો માં આવશે કિંગ ખાનની ત્રીજી ફિલ્મ
