News Continuous Bureau | Mumbai
Karan veer mehra and nidhi seth: પ્રખ્યાત ટીવી કલાકાર કરણ વીર મેહરા અને નિધિ સેઠ ના લગ્ન જાન્યુઆરી 2021 માં થયા હતા પરંતુ લગ્ન ના થોડા જ મહિનામાં તેમના સંબંધ માં ખટાશ આવવા લાગી હતી. હવે તેમના વિશે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે,કપલના છૂટાછેડા થઈ ગયા છે.કરણ ની પત્ની નિધિએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો છે.
કરણ વીર મહેરા ની પત્ની નિધિ એ કર્યો ખુલાસો
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નિધિએ મીડિયા ને આપેલા ઈન્ટરવ્યુમાં તેના છૂટાછેડાના સમાચારની પુષ્ટિ કરી છે. તેણે કહ્યું, ‘હા, અમારા ત્રણ મહિના પહેલા છૂટાછેડા થયા છે. અમે એક વર્ષ પહેલા અલગ થઈ ગયા હતા. હું માનું છું કે સંબંધમાં રોજ ની લડાઈઓ અસહ્ય હોય છે. અને આવી સ્થિતિમાં આપણે ક્યારેય સાથે રહી શકતા નથી. લગ્નજીવનમાં માનસિક શાંતિ, એકબીજા પ્રત્યે આદર, પ્રમાણિકતા અને આર્થિક રીતે સક્ષમ હોવું જરૂરી છે. રિલેશનશિપમાં આવતાં પહેલાં ઘણી બાબતો વિશે ઊંડાણપૂર્વક વિચારવું જોઈએ. દુર્ભાગ્યે, આજે પણ લોકો અમુક વર્તન અને માણસો વિશે જાગૃત નથી જે તેમના સંબંધ ને બરબાદ કરે છે.’ તમને જણાવી દઈએ કે કરણ વીર મહેરાના આ બીજા લગ્ન હતા. તેણે 2009માં તેની બાળપણની મિત્ર દેવિકા સાથે પ્રથમ લગ્ન કર્યા હતા. જો કે, તેની સાથે તેનો સંબંધ પણ લાંબો ચાલ્યો નહીં અને વર્ષ 2018માં બંને અલગ થઈ ગયા અને હવે તેણે નિધિથી પણ છૂટાછેડા લઈ લીધા છે.
View this post on Instagram
કરણ વીર મહેરા અને નિધિ શેઠ નું વર્ક ફ્રન્ટ
કરણ ના વર્કફ્રન્ટ ની વાત કરીએ તો આ દિવસોમાં અભિનેતા શો ‘બાતેં કુછ અનકહી સી’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ અગાઉ કરણ એકતા કપૂર ની લોકપ્રિય સિરિયલ પવિત્ર રિશ્તા માં અંકિતા લોખંડે ના પતિ નરેન ની ભૂમિકામાં જોવા મળ્યો હતો. આ સિવાય તે બીજા ઘણા શો માં જોવા મળી ચુક્યો છે. બીજી તરફ અભિનેત્રી નિધિ ઘણા ટીવી શોમાં જોવા મળી છે. આ સિવાય તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં ‘મેરે ડૅડ કી દુલ્હન’, ‘કિસ્મત કા ખેલ’ અને ‘શ્રીમદ ભાગવત મહાપુરાણ’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. હાલમાં તે તેના પરિવાર સાથે બેંગલુરુમાં એન્જોય કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો: Rakhi sawant: રાખી સાવંતે ફરી ઉતારી આ અભિનેત્રી ની નકલ, પોતાની બોલ્ડ અદાઓને કારણે થઇ સોશિયલ મીડિયા પર ટ્રોલ, જુઓ વિડિયો