News Continuous Bureau | Mumbai
સુપરસ્ટાર (South superstar) યશની (Yash) ફિલ્મ 'KGF ચેપ્ટર 2' (KGF-2) બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ફિલ્મમાં યશના (Yash) લાંબા વાળ અને વધેલી દાઢીનો લુક ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તેનો જબરદસ્ત સ્વેગ 'રોકી ભાઈ' (Rocky bhai) ના પાત્રમાં જોવા મળે છે, જેના પર ચાહકો તરબોળ છે. આ દરમિયાન યશનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે દાઢી ને ટ્રિમ કરતો જોવા મળી રહ્યો છે.
સુપર સ્ટાર યશનો (Superstar Yash) જે વીડિયો સામે આવ્યો છે જેમાં તમે જાેઈ શકો છો કે યશ તેની પત્ની રાધિકા પંડિત (Radhika Pandit) સાથે છે. યશ કાતરથી તેની લાંબી દાઢીને કાપતો જાેવા મળી રહ્યો છે અને ત્યારબાદ હેર ડ્રેસર (Hair dresser) તેની દાઢીને સેટ કરતો જાેવા મળે છે. યશને દાઢીને ટ્રિમ કરતા જાેઈ તેની પત્ની રાધિકા (Radhika Pandit) ખુશ જાેવા મળી રહી છે. યશનો આ વીડિયો સોશિયલ મીડિયા (social media) પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સુપર સ્ટારનો આ વીડિયો ૪ વર્ષ જુનો છે. યશનો આ વીડિયો વર્ષ ૨૦૧૮ નો છે, જે અત્યારે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થયો છે. જ્યારે પહેલી વખત યશ પિતા બનવા જઈ રહ્યો હતો ત્યારે તેણે પોતાની દાઢી ટ્રિમ કરાવી હતી. યશ અને રાધિકા બે બાળકોના માતા-પિતા છે. કપલની પુત્રીનું નામ આર્યા (Arya) અને પુત્રનું નામ અર્થવ (Atharv) છે.
આ સમાચાર પણ વાંચો : ટીના અંબાણીએ શેર કર્યું દીકરા અનમોલના લગ્નનું આલ્બમ,વેડિંગ સેલિબ્રેશન માં બચ્ચન પરિવારે પણ આપી હતી હાજરી; જુઓ ફોટોગ્રાફ્સ
સુપરસ્ટાર યશની ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૨ (KGF-2) ટુંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો (Amazon prime video) પર રીલિઝ થશે. કેજીએફ ચેપ્ટર ૨ ના ડિજિટલ રાઈટ્સ એમેઝોન પ્રાઈમે ખરીદ્યા છે. એમેઝોન પ્રાઈમ વીડિયો પર હિન્દી, કન્નડ, તેલુગુ, મલયાલમ અને તામિલ જેવી ભાષાઓમાં ૨૭ મેથી આ ફિલ્મ જાેવા મળશે.દુનિયાભરમાં કેજીએફ મૂવી બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે.