News Continuous Bureau | Mumbai
Khushi kapoor Ibrahim ali khan: નેપોટિઝ્મ નો બાદશાહ ગણાતો કરણ જોહર ફરી ચર્ચામાં આવ્યો છે આ વખતે તે તેના શો કોફી વિથ કરણ ને કારણે નહીં પરંતુ સ્ટારકિડ ને પોતાની ફિલ્મ માં કાસ્ટ કરવાં માટે ચર્ચા માં આવ્યો છે. એવા સમાચાર સામે આવી રહ્યા છે કે કરણ જોહર નિર્મિત ફિલ્મ માં બોની કપૂર અને શ્રીદેવી ની નાની દીકરી ખુશી કપૂર અને સૈફ અલી ખાન અને અમૃતા સિંહ ના પુત્ર ઇબ્રાહિમ અલી ખાન સાથે કામ કરશે.એવું પણ કહેવાય છે કે આ ફિલ્મ એક રોમેન્ટિક કોમેડી હશે.
કરણ જોહર ની ફિલ્મ મ જોવા મળશે ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ખુશી અને ઈબ્રાહિમે એક રોમેન્ટિક-કોમેડી ફિલ્મ સાઈન કરી છે. આ ફિલ્મનું નિર્દેશન શૌના ગૌતમ કરશે, જેણે ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં કરણ જોહરને આસિસ્ટ કર્યો હતો. આ ફિલ્મ તેની દિગ્દર્શક તરીકેની ડેબ્યૂ ફિલ્મ છે. અને આ ફિલ્મ માટે ઇબ્રાહિમ અલી ખાન અને ખુશી કપૂર ને સાઈન કરવામાં આવ્યા છે. તેમજ આ ફિલ્મ સિનેમાઘરોમાં નહીં પરંતુ સીધી ડિજિટલમાં રિલીઝ થશે.આ માટે નિર્માતાઓ સ્ટ્રીમિંગ અધિકારો માટે મુખ્ય OTT પ્લેયર સાથે વાતચીત કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મની વાર્તા ફક્ત OTT માટે લખવામાં આવી છે, તેથી તે મૂળભૂત રીતે OTT પર રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh Akshay and Ajay: શાહરુખ ખાન, અક્ષય કુમાર અને અજય દેવગન ની મુશ્કેલી વધી, આ મામલે કોર્ટે ત્રણેય કલાકાર વિરૃદ્ધ જારી કરી નોટિસ
તમને જણાવી દઈએ કે,બોની કપૂર અને શ્રીદેવીની પુત્રી ખુશીએ તાજેતરમાં જ ઝોયા અખ્તરની ફિલ્મ ‘ધ આર્ચીઝ’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું છે..તમેજ સૈફ અલી ખાન અને અમૃતા સિંહ નો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન પણ ‘સરઝમીન’ દ્વારા અભિનયની દુનિયામાં પ્રવેશ કરશે.આ ફિલ્મ માં કાજોલ મુખ્ય ભૂમિકામાં છે.