ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 નવેમ્બર 2021
શુક્રવાર
બોલિવૂડ એક્ટ્રેસ કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને લગતા નવા અપડેટ્સ સતત સામે આવી રહ્યા છે. બંનેમાંથી કોઈએ લગ્નને લઈને કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આગામી દિવસોમાં બંનેના વેડિંગ વેન્યુ, ગેસ્ટ લિસ્ટ અને પ્રી-વેડિંગ ફંક્શન વિશે તમામ પ્રકારની માહિતી સામે આવી રહી છે. તાજેતરના અહેવાલો અનુસાર, ઘણા સેલેબ્સ કેટ-વિકીના સંગીત સેરેમનીમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે અને હવે આ યાદીમાં કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રાનું નામ પણ જોડાઈ ગયું છે.
કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ હજુ સુધી પોતાના સંબંધો વિશે ખુલીને વાત કરી નથી. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન દરમિયાન, આ કપલ દુનિયા સામે તેમના સંબંધોનો એકરાર કરવા માટે તૈયાર છે. કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાને કપલ તરીકે પરફોર્મ કરતા જોવું એ ચાહકો માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે.
કેટરિના કૈફ-વિકી કૌશલના લગ્નમાં હાજરી નહીં આપે સલમાન ખાન! જાણો શું છે કારણ
કેટરીના કૈફ અને વિકી કૌશલ રાજસ્થાનના સવાઈ માધોપુર સ્થિત સિક્સ સેન્સ બરવારા ફોર્ટ હોટેલમાં લગ્નની વિધિ કરવા જઈ રહ્યા છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા તેમના સંબંધીઓ અને મિત્રો માટે આ કપલે રાજસ્થાનમાં તમામ વ્યવસ્થા કરી છે. વિકી અને કેટરિનાના લગ્નમાં કોણ હાજરી આપશે અને કોણ નહીં? દરેક વ્યક્તિ જાણવા આતુર છે. એવું માનવામાં આવે છે કે વર્ક કમિટમેન્ટ્સને કારણે સલમાન ખાન અને શાહરૂખ ખાન આ કપલના લગ્નમાં હાજરી આપી શકશે નહીં. આ સિવાય એવું પણ માનવામાં આવે છે કે રણબીર કપૂર અને આદિત્ય રોય કપૂર પણ આ લગ્નમાં હાજરી નહીં આપે.