News Continuous Bureau | Mumbai
બોલીવૂડમાં અત્યારે કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નની વાત ટોક ઓફ ધ ટાઉન બની છે, સોશિયલ મીડિયા પર પણ શેરશાહ દંપતીના ફોટોગ્રાફ વાયરલ થઇ રહ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર તાજેતરમાં કિયારા અડવાણીની હમશકલનો એક વીડિયો જોરદાર વાઈરલ થયો છે.જેમાં તે શેરશાહ ની ડિમ્પલ નો ડાયલોગ બોલતી જોવા મળી રહી છે.
કિયારા અડવાણી ની હમશકલ નો વિડીયો થયો વાયરલ
કિયારા અડવાણી ની હમશકલ છેલ્લા કેટલાક સમયથી ટ્રેન્ડમાં છે. આ વખતે લોકોને સોશિયલ મીડિયાની દુનિયામાં કિયારાની ડુપ્લિકેટ જોવા મળી. કિયારા અડવાણીની ડુપ્લીકેટ ઐશ્વર્યાનો એક વીડિયો ઘણો જોવામાં આવી રહ્યો છે જેમાં તે ‘શેર શાહ’ના ડિમ્પલનો ડાયલોગ બોલતી જોવા મળી રહી છે.
View this post on Instagram
A post shared by Aishwarya Singh Dhargotra 🇮🇳| ਐਸ਼ਵਰਿਆ | (@righdeshwari)
કિયારા અડવાણી ની હમશકલ છે ઐશ્વર્યા
કિયારા અડવાણીની હમશકલ નું નામ અશ્વૈર્યા સિંહ ધારગોટરા છે. અને તેના બાયોડેટા અનુસાર તે ડેન્ટિસ્ટ છે. આ વીડિયોને શેર કરતા ઐશ્વર્યાએ લખ્યું કે, ‘કિયારા અડવાણીના ‘શેર શાહ’ લુકને રિક્રિએટ કરવા માટે ઘણી વિનંતીઓ આવી હતી. અહીં તે છે, આનંદ કરો.ઐશ્વર્યાના આ વીડિયો પર લોકો ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે અને તેઓ માને છે કે તેમને ઐશ્વર્યામાં કિયારા અડવાણીની ઝલક જોવા મળે છે.