News Continuous Bureau | Mumbai
Orry:ઓરી સોશિયલ મીડિયા પર એક્ટિવ છે. તે દરેક સેલેબ્સ સાથે પાર્ટી કરતો જોવા મળે છે અને તે સેલેબ્સ સાથે ના ફોટા શેર કરતો રહે છે. ઓરી સ્ટાર કિડ્સ ની ખુબ નજીક છે. તે અવારનવાર કાજોલ ની દીકરી નીસા, જ્હાન્વી કપૂર જેવા સ્ટાર કિડ્સ સાથે પાર્ટી કરતો જોવા મળે છે.હવે દરેક ના મનમાં એ સવાલ ઉભો થાય છે કે બોલિવૂડ થી લઈને અંબાણી ની પાર્ટી માં દરેક જગ્યા એ પોતાનું પ્રભુત્વ જમાવનાર ઓરી છે કોણ
કોણ છે ઓરી
તાજેતરમાં, ઓરીએ એક શો દરમિયાન પોતાના વિશે ઘણા ખુલાસા કર્યા છે. ઓરીનું પૂરું નામ ઓરહાન અવત્રામણિ છે. ઓરી નો જન્મ 2 ઓગસ્ટના રોજ મુંબઈમાં થયો હતો અને તે ઉદ્યોગપતિ સૂરજ કે અવત્રામણિ નો પુત્ર છે. અવત્રામણિ પરિવાર દારૂ, હોટલ અને રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ઓરી એ વિદેશમાં અભ્યાસ કર્યો છે. ઓરી અને સારા અલી ખાન ન્યૂયોર્કમાં સાથે ભણતા હતા. ત્યારથી બન્ને વચ્ચે મિત્રતા થઇ હતી. ઓરી ના પ્રોફાઈલ મુજબ તે ગાયક અને સામાજિક કાર્યકર્તા છે.
View this post on Instagram
ઓરી તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માં પોતાને એક સારા માર્કેટિંગ નિષ્ણાત તરીકે ગણાવ્યો હતો. તે મજાકમાં કહેતો જોવા મળે છે કે તેનો મિત્ર બનવા માટે સેલિબ્રિટી બનવું પડશે. ઓરી કહે છે કે તે માત્ર બી-ટાઉન સેલેબ્સની જ નહીં પણ રાખી સાવંતની પણ ખૂબ નજીક છે. ઓરી કહે છે કે તેનું પ્રિય સ્થળ ચંદીગઢ છે. આ ઉપરાંત તેને કહ્યું હતું કે તેને લાઈમ લાઈટમાં રહેવું ગમે છે. તદુપરાંત તે અગાઉ વેઈટર તરીકે કામ કરી ચૂક્યો છે. ઓરીએ જણાવ્યું કે જ્હાન્વી કપૂરની એક સ્ટોરીમાં તેને પેપ કરવામાં આવ્યો હતો, જ્યારે તે વેઈટર તરીકે કામ કરતો હતો તે વેઈટર ગ્રુપનો પણ ભાગ હતો. તમને જણાવી દઈએ કે, ઓરી જ્હાન્વી કપૂર, નીસા દેવગન, અનન્યા પાંડે અને સારા અલી ખાન જેવા સ્ટાર કિડ્સ ફ્રેન્ડ લિસ્ટમાં ટોપ પર છે.
આ સમાચાર પણ વાંચો : Orry manish malhotra party: પાપારાઝી સામે અજીબોગરીબ હરકત કરતો જોવા મળ્યો ઓરી,મનીષ મલ્હોત્રા ની દિવાળી પાર્ટી માંથી ઓરહાન અવતારમણિ નો અનસીન વિડીયો થયો વાયરલ