લાઈમલાઈટથી દૂર ફિલ્મી દુનિયાને અલવિદા કહી અહીં પોતાની જિંદગી જીવી રહી છે રાજેશ ખન્નાની નાની દીકરી રિંકી

News Continuous Bureau | Mumbai

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની નાની દીકરી અને ટિ્‌વંકલ ખન્નાની બહેન રિંકી ખન્નાને (Rnki Khanna)ફેન્સે ઘણી ઓછી ફિલ્મોમાં જાેઈ હતી. ફિલ્મોમાં સફળતા ન મળતા રિંકીએ બોલિવૂડને અલવિદા કહી દીધું હતું. હવે રિંકી લાઈમલાઈટથી હંમેશાં દૂર થઈ ગઈ છે. 

રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની પુત્રી રિંકી ખન્નાએ ફિલ્મ ‘પ્યાર મેં કભી કભી’ ફિલ્મથી તેની કારકીર્દિની(Filmi carrier) શરૂઆત કરી હતી આ ફિલ્મ ૧૯૯૯માં આવી હતી. આ ફિલ્મને એટલો સારો રિસ્પોન્સ નહોતો મળ્યો. આ ફિલ્મ પછી એક્ટ્રેસે ‘કિસ દેશ મેં ગંગા રહેતા હૈ’,‘યે હૈ જલવા’ અને ‘મુજે કુછ કહેના હૈ’ જેવી અમુક ફિલ્મોમાં જાેવા મળી હતી.રિંકી એ  તેની કારકિર્દીમાં માત્ર નવ ફિલ્મોમાં(nine film) કામ કર્યું છે. અભિનેત્રીની છેલ્લી ફિલ્મ વર્ષ 2004માં રિલીઝ થયેલી 'ચમેલી' હતી. અભિનેત્રીએ હિન્દી સિવાય કેટલીક તમિલ ફિલ્મોમાં(Tamil film) પણ કામ કર્યું હતું. અભિનેત્રીનું અસલી નામ રિંકલ હતું, ફિલ્મોમાં આવતા પહેલા તેણે પોતાના નામમાંથી એલ કાઢી નાખ્યો અને તેનું નામ રિંકી પડી ગયું. ફિલ્મોમાં સફળતા ન મળતા રિંકી ખન્નાએ થોડા સમય સુધી પોતાની જાતને ફિલ્મોથી દૂર કરી દીધી હતી. 

આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના આ હેન્ડસમ હંક માટે ક્રેઝી હતી દિશા પટણી – આ જાણી બોયફ્રેન્ડ ટાઈગર શ્રોફનું તૂટી જશે દિલ

બોલિવૂડમાં આવતા પહેલા રિંકી અંગ્રેજી અને હિન્દીમાં પ્લે કરતી હતી. 2003માં રિંકીની મુલાકાત ઉદ્યોગપતિ સમીર સરન(Businessman Samir saran) સાથે થઈ હતી. લગ્ન બાદ રિંકી ખન્ના લંડન(London) શિફ્ટ થઈ ગઈ. સમીરને મળ્યા પછી રિંકીનું જીવન બદલાઈ ગયું. વર્ષ 2004માં રિંકીને એક પુત્રી હતી. થોડા વર્ષો પછી રિંકીને એક પુત્ર પણ થયો. રિંકી તેના પતિ સાથે લંડનમાં સ્થાયી થઈ ગઈ છે. કેટલીકવાર તે તેની માતા ડિમ્પલ અને બહેન ટ્વિંકલ સાથે ફિલ્મ ઇવેન્ટ્સમાં જોવા મળે છે. 

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *