News Continuous Bureau | Mumbai
Koffee with karan 8: કરણ જોહર નો ચેટ શો કોફી વિથ કરણ ના આગામી એપિસોડ માં કાજોલ અને રાની મુખર્જીની જોડી જોવા મળશે. કરણ જોહરે શો નો નવો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં કરણ જોહર, રાની મુખર્જી અને કાજોલ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. તેમજ કાજોલ અને રાની કરણ જોહર ના સવાલો ના મજેદાર રીતે જવાબ પણ આપી રહ્યા છે. પ્રોમો જોતા એવું લાગે છે કે આ એપિસોડ મનોરંજન થી ભરપૂર હશે.
કોફી વિથ કરણ નો નવો પ્રોમો
પ્રોમો ની શરૂઆત માં રાની મુખર્જી કહે છે કે તે શો માં કરણ જોહર ને એક્સપોઝ કરવા આવી છે. કરણ જોહર આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ જાય છે અને કાજોલ ખુશ થઈ જાય છે અને કહે છે, “મને આ શો પહેલેથી જ પસંદ છે.” આ રીતે બંને બહેનો કરણ ની નાક માં દમ કરી નાખે છે. ઉપરાંત બંને બહેનો કરણ જોહર ના સવાલો ના મજેદાર જવાબ આપતી પણ જોવા મળે છે.
View this post on Instagram
કરણ જોહર નો ચેટ શો કોફી વિથ કરણ 8 ડિઝની પ્લસ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઇ રહ્યો છે. આ સીઝન માં અત્યાર સુધી દીપિકા-રણવીર, સની-બોબી દેઓલ, અનન્યા-સારા, કરીના-આલિયા, સિદ્ધાર્થ મલ્હોત્રા-વરુણ ધવન જોવા મળી ચૂક્યા છે. હવે આગામી એપિસોડ માં કલોલ અને રાની મુખર્જી જોવા મળશે.
આ સમાચાર પણ વાંચોઃ Shahrukh khan:શાહરુખ ખાન ની વિનમ્રતા એ ફરી જીત્યા લોકો ના દિલ, 26/11 ના હુમલામાં શહીદ થયેલા પરિવારજનો સાથે કર્યું આવું વર્તન