News Continuous Bureau | Mumbai
Koffee with karan 8: કોફી વિથ કરણ 8 ને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. આ શો ના લેટેસ્ટ એપિસોડ માં બોલિવૂડ ની બે દિગ્ગ્જ અભિનેત્રી ઓ નીતુ કપૂર અને ઝીનત અમાન જોવા મળ્યા હતા. આ દરમિયાન નીતુ કપૂર અને ઝીનત અમાને ઘણા ખુલાસા પણ કર્યા હતા. આ દરમિયાન નીતુ કપૂરે જયા બચ્ચન વિશે એક શોકિંગ ખુલાસો કરતા જણાવ્યું હતું કે અભિનેત્રી નો અસલી સ્વભાવ કેવો છે.
નીતુ કપૂરે જયા બચ્ચન વિશે કર્યો શોકિંગ ખુલાસો
જયા બચ્ચન અને પાપારાઝી ની નોક ઝોક વિશે તો સૌ જાણે જ છે કે કેવી રીતે પાપારાઝી ને જોઈ ને જયા બચ્ચન તેમના પર ગુસ્સે થઇ જાય છે હવે કોફી વિથ કરણ 8 ના એપિસોડ માં જયારે કરણ જોહરે નીતુ કપૂર ને જયા બચ્ચન ના પાપારાઝી પર ગુસ્સે થવાના ઇન્સિડન્ટ પર વાત કરતા નીતુ કપૂરે કંઈક અલગ જ વાત કરી. નીતુ કપૂરના કહેવા પ્રમાણે, આ જયા અને પાપારાઝી વચ્ચેની મિલીભગત છે. નીતુના કહેવા પ્રમાણે, જયાની આ વર્તણૂક નકલી છે.નીતુ કપૂરે કહ્યું, ‘મને લાગે છે કે તે જાણી જોઈને આવું કરે છે. જો જયાજી ખરેખર આવું કરે છે, તો તે એકવાર થયું હશે… તે એવી નથી. તેણે વધુમાં કહ્યું કે ‘દરેકને તેનો આનંદ આવે છે. મને લાગે છે કે તે કોઈ મિલી ભગત છે.’
આ સમાચાર પણ વાંચો : Koffee with karan 8: કોફી વિથ કરણ 8 માં નીતુ કપૂરે કર્યા ઘણા ખુલાસા, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ ને આપવા માંગે છે આ સલાહ
કરણ જોહર પણ નીતુ કપૂર ની વાત પર સંમતિ દર્શાવતા કહે છે કે ‘ખરેખર, તે બિલકુલ એવી નથી, પરંતુ તે ખૂબ જ સ્વીટ છે. પાપારાઝી તેનાથી એટલા ડરે છે કે જ્યારે પણ તે પ્રવેશ કરે છે, ત્યારે બધા કહે છે કે ‘બહુ થઈ ગયું’.