News Continuous Bureau | Mumbai
Koffee with karan 8: કોફી વિથ કરણ નો આગામી એપિસોડ ખુબ મજેદાર બનવાનો છે. શો ના આગામી મહેમાન તરીકે બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી ઝીનત અમાન અને નીતુ કપૂર જોવા મળશે. શો નો પ્રોમો રિલીઝ થઇ ગયો છે જેમાં બતાવવામાં આવ્યું છે કે બોલિવૂડ ની બોલ્ડ અભિનેત્રી ઝીનત અમાન બોલિવૂડ સાથે જોડાયેલ ઘણા ખુલાસા કરી રહી છે તો બીજી તરફ નીતુ કપૂરે પણ પોતાના ક્રશ વિશે ખુલાસો કરી ને સનસનાટી મચાવી છે.
કોફી વિથ કરણ 8 નો નવો પ્રોમો
કરણ જોહર દ્વારા શેર કરવામાં આવેલા પ્રોમો માં જોવા મળી રહ્યું છે કે, નીતુ કપૂર ઝીનત અમાનને “સ્ટાઈલ અને સેક્સિનેસની દુકાન” તરીકે ઇન્ટ્રોડ્યૂસ કરી રહી છે. જ્યારે ઝીનત અમાને નીતુ કપૂર ને‘સુંદર અને જીવંત’ કહી ઇન્ટ્રોડ્યૂસ કરી છે. હતી. પછી બંને સોફા પર બેસી ને ધ ગ્રેટ ગેમ્બલર, યાદો કી બારાત, ધરમ વીર અને હીરાલાલ પન્નાલાલ જેવી ફિલ્મોના નામ લે છે જેમાં તેઓએ સાથે કામ કર્યું છે.ત્યારબાદ કરણ ઝીનત અમાનને તેના મિસ્ટ્રી બોક્સ વિશે પૂછ્યું કે,’કોઈએ તમને બોલ સાથે મિસ્ટ્રી બોક્સ મોકલ્યું હતું. જે વ્યક્તિએ તમને તે બોક્સ મોકલ્યું હતું તેનું નામ તમે કહી શકશો? ઝીનત અમાને જવાબ આપ્યો, ‘કપૂર પરિવારે આપ્યું હતું.’ ઝીનત અમાનના જવાબથી નીતુ કપૂર પણ ચોંકી જાય છે અને તે જોરથી હસવા લાગે છે.ઝીનત અમાને ઇન્સ્ટાગ્રામ પર રહસ્યમય બોક્સનો ઉલ્લેખ કરીને એક પોસ્ટ શેર કરી હતી.
View this post on Instagram
કરણ જોહરે નીતુ કપૂરને પૂછ્યું, ‘તારો ક્રશ કોણ છે?’ આના જવાબમાં નીતુ કપૂરે કહ્યું, ‘ઋષિ કપૂર સિવાય કપૂર પરિવારમાં તેનો ક્રશ શશિ કપૂર રહ્યો છે.’ તમને જણાવી દઈએ કે શશિ કપૂર ઋષિ કપૂરના કાકા એટલે કે નીતુ કપૂરના કાકા સસરા લાગે છે.
આ સમાચાર પણ વાંચો : Ram mandir: શ્રી રામ મંદિર ની પ્રાણ પ્રતિષ્ઠા ના આમંત્રણ ની સૂચિ માં સામેલ થયું બોલિવૂડ ના આ કપલ નું નામ, પત્રિકા સ્વીકારતી તસવીરો થઇ વાયરલ