News Continuous Bureau | Mumbai
Koffee with karan 8: કોફી વિથ કરણ તેના ફિનાલે તરફ આગળ વધી રહ્યો છે કરણ જોહર નો આ શો લોકો ને ખુબ પાંદ આવી રહ્યો છે. આ શો ની શરૂઆત રણવીર અને દીપિકા એ કરી હતી. ત્યારબાદ શો માં ઘણા સેલેબ્રીટી આવ્યા હતા. હવે આ શો નો છેલ્લો એપિસોડ ટેલિકાસ્ટ થવા જઈ રહ્યો છે. આ શો ના છેલ્લા એપિસોડ માં કુશા કપિલા, તન્મય ભટ્ટ, ડેનિશ સૈત, સુમુખી સુરેશ અને ઓરહાન ‘ઓરી’ જોવા મળશે. કરણ જોહરે શો નો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં આ બધા કોમેડિયન મળી ને કરણ જોહર ની જ ટાંગ ખેંચી રહ્યા છે. .
કોફી વિથ કરણ નો પ્રોમો
કરણ જોહરે શો નો લેટેસ્ટ પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં સૌથી પહેલા ઓરી જોવા મળી રહ્યો છે જે પોતાની જાત ને ચિત્ર કહી રહ્યો છે. તો બીજી તરફ શો માં કુશા કપિલા, તન્મય ભટ્ટ, ડેનિશ સૈત, સુમુખી સુરેશ જેવા કોમેડિયન ની ઝલક જોવા મળી રહી છે. આ ચારેય કલાકારો કરણ જોહર ની મજાક ઉડાવતા જોવા મળે છે આખરે કરણ જોહર થાકી ને આ ચારેય ને કહે છે કે હું મારા શો માંથી જતો રહું હવે તમે જ સંભાળો.
View this post on Instagram
આ પ્રોમો ને રિલીઝ કરતા કરણ જોહરે કેપ્શનમાં લખ્યું છે કે, “આ સિઝન ઘણી આગ સાથે સારી હતી. હું તેને અમારા ખાસ જ્યુરી સાથે સમાપ્ત કરી રહ્યો છું.”
આ સમાચાર પણ વાંચો : Animal OTT release: કાયકાદીક મુસીબત માં પડી એનિમલ, ફિલ્મ ના કો પ્રોડ્યુસરે ખટકાવ્યો દિલ્હી હાઇકોર્ટ નો દરવાજો, ઓટીટી રિલીઝ ને લઈને કરી આ માંગણી જાણો શું છે સમગ્ર મામલો