News Continuous Bureau | Mumbai
Barsatein mausam pyaar ka: ટીવી નો હેન્ડસમ હંક ગણાતો કુશાલ ટંડન હાલ સોની ટીવી ની પ્રખ્યાત સિરિયલ બરસાતેં: મૌસમ પ્યાર કા’ માં જોવા મળી રહ્યો છે આ શો માં તેની સાથે શિવાંગી જોશી જોવા મળી રહી છે. લિકો ને આ સિરિરયાળ માં કુશાલ અને શિવાંગી ની કેમેસ્ટ્રી ખુબ પસંદ આવી રહી છે. કુશાલ અને શિવાંગી એ પહેલીવાર આ સિરિયલ માં સાથે કામ કર્યું છે. હવે આ સિરિયલ ને લઈને એક ચોંકવનારા સમાચાર સામે આવી રહ્યા છે. આ સમાચાર એ છે કે સિરિયલ બરસાતેં: મૌસમ પ્યાર કા’ ટૂંક સમય માં બંધ થવાની છે.
બરસાતેં: મૌસમ પ્યાર કા’ થવાની છે ઓફ એર
મીડિયા રિપોર્ટ અનુસાર ચેનલ અને નિર્માતાઓએ ઘણા ઉતાર-ચઢાવ પછી, શિવાંગી જોશી અને કુશાલ ટંડન સ્ટારર બરસાતેં: મૌસમ પ્યાર કા’ને બંધ કરવાનો નિર્ણય લીધો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ સિરિયલ નો છેલ્લો એપિસોડ 16 ફેબ્રુઆરી એ પ્રસારિત થશે. પ્રોજેક્ટ સાથે સંકળાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે ‘આ શો 16 ફેબ્રુઆરી અથવા તેના પછી વર્ષના બીજા મહિનામાં કોઈપણ સમયે ઑફ-એર થઈ શકે છે.’ છેલ્લા કેટલાક દિવસોથી શો ઓફ એર થવાના સમાચારો સામે આવી રહ્યા છે. શોમાં જોવા મળેલા કુશાલ ટંડને પણ આ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેણે કહ્યું હતું કે દર્શકોએ આવા સમાચારો પર ધ્યાન ન આપવું જોઈએ. આ સિવાય શોના ડિરેક્ટરે પણ પ્રતિક્રિયામાં કહ્યું હતું કે આ શો ક્યાંય નથી જવાનો..
આ સમાચાર પણ વાંચો : Ramayan: શું નીતીશ તિવારી ની ફિલ્મ માં થઇ લારા દત્તા ની એન્ટ્રી? રામાયણ માં આ રોલ માટે બોબી દેઓલ નો પણ કરવામાં આવ્યો સંપર્ક
સમાચાર તો એવા પણ સામે આવી રહ્યાછે કે, સોની ટીવી પર 2 નવી સિરિયલો ‘મહેંદી વાલા ઘર’ અને ‘કુછ રીત જગત કી ઐસી’ શરૂ થવા જઈ રહી છે. આવી સ્થિતિમાં આ બંને શોને સ્લોટ આપવા માટે જૂના શો બંધ કરવામાં આવી રહ્યા છે. જો કે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી.તો હવે જોવાનું એ રહેશે કે શો ઓફ એર થવાના અહેવાલ કેટલા સાચા અને કેટલા ખોટા છે.