ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,11 જાન્યુઆરી 2022
મંગળવાર.
બોલીવુડમાં એક પછી એક સ્ટાર કોરોનાની ચપેટમાં આવી રહ્યાં છે.
બોલીવૂડના સ્વરસામ્રાગ્ની તરીકે ઓળખાતા લતા મંગેશકર કોરોના સંક્રમિત થયા છે.
કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા બાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
92 વર્ષીય ગાયક, હાલમાં હોસ્પિટલના ICUમાં સારવાર હેઠળ છે.