Mahavatar Narsimha OTT Release: થિયેટર માં ધૂમ મચાવ્યા બાદ હવે ઓટીટી પર પણ ધમાલ કરવા આવી રહી છે મહાવતાર નરસિમ્હા, જાણો ક્યારે અને ક્યાં થશે રિલીઝ

Mahavatar Narsimha OTT Release: 325 કરોડની કમાણી બાદ હવે ઘરમાં બેઠા માણી શકાશે ભગવાન નરસિંહ ની દહાડ, આ ફિલ્મ હવે નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

by Zalak Parikh
Mahavatar Narsimha OTT Release: Streaming on Netflix from 12:30 PM Today

News Continuous Bureau | Mumbai

Mahavatar Narsimha OTT Release: અશ્વિન કુમાર દ્વારા નિર્મિત એનિમેટેડ બ્લોકબસ્ટર ફિલ્મ ‘મહાવતાર નરસિમ્હા’  હવે OTT પર રિલીઝ થવા જઈ રહી છે. 25 જુલાઈના રોજ થિયેટર્સમાં રિલીઝ થયેલી આ ફિલ્મે વિશ્વભરમાં 325.65 કરોડની કમાણી કરી હતી. હવે 56 દિવસ લાંબી રાહ જોયા બાદ 19 સપ્ટેમ્બરના રોજ 12:30 PM થી Netflix પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.

આ સમાચાર પણ વાંચો : Ajey: The Untold Story of a Yogi: યોગી આદિત્યનાથની બાયોપિક ‘અજેય’ પર વિવાદ, આ દેશો માં બેન થઇ ફિલ્મ

ફિલ્મની કહાની – ભક્તિ અને ન્યાયનો સંદેશ

ફિલ્મમાં ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહ્લાદની કહાની છે. જ્યારે દાનવ રાજા હિરણ્યકશ્યપુ તેની ભક્તિનો વિરોધ કરે છે, ત્યારે ભગવાન વિષ્ણુ નરસિંહ અવતાર લઈને તેનો નાશ કરે છે. ફિલ્મના વિઝ્યુઅલ્સ અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક દર્શકોને અંત સુધી બાંધે રાખે છે.


જો તમે થિયેટર્સમાં આ ફિલ્મ જોઈ ન હોય, તો હવેનેટફ્લિક્સ પર ઘરે થી આરામથી જોઈ શકો છો. 19 સપ્ટેમ્બર, બપોરે 12:30 વાગ્યાથી આ ફિલ્મ સ્ટ્રીમ થવા માટે તૈયાર છે. દર્શકોમાં ફરીથી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More