News Continuous Bureau | Mumbai
Merry christmas: બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ અને સાઉથ સુપરસ્ટાર વિજય સેતુપતિ ની ફિલ્મ મેરી ક્રિસમસ નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલર ક્રિસમસ પહેલા રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલરમાં ફિલ્મની સ્ટોરી અને સ્ટાર કાસ્ટ વિશે જાણકારી મળી છે. મેરી ક્રિસમસ નું ટ્રેલર ડર, સસ્પેન્સ અને રોમાંચથી ભરેલું છે. આ ફિલ્મ માં પહેલીવાર કેટરિના કૈફ અને વિજય સેતુપતિ એ એકસાથે સ્ક્રીન શેર કરી છે. બંનેની કેમેસ્ટ્રી સારી જોવા મળી રહી છે.
મેરી ક્રિસમસ નું ટ્રેલર
મેરી ક્રિસમસના ટ્રેલરમાં કેટરીના અને વિજય સેતુપતિની પ્રથમ મુલાકાત બતાવવામાં આવી છે. પછી કેટરિના વિજયની લવસ્ટોરી વાર્તા ને આગળ વધારે છે. કેટરીના વિજયને તેની સાથે ક્રિસમસ ઉજવવાની ઓફર કરે છે અને પછી ધીમે ધીમે ટ્રેલરમાં એક પછી એક દ્રશ્યો બદલાય છે. આ વાર્તા સીરીયલ કિલર જેવી લાગે છે અને મર્ડર મિસ્ટ્રી પણ. કેટલાક દર્શકોને તે હોરર ફિલ્મ જેવી લાગી શકે છે. ફિલ્મના ટ્રેલર માં કેટરિના કૈફ અને વિજય સેતુપતિ ના લિપ-લૉક સીને લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
View this post on Instagram
ફિલ્મ મેરી ક્રિસમસ 12 જાન્યુઆરી 2024 માં રિલીઝ થશે. આ ફિલ્મ માં વિજય સેતુપતિ ઉપરાંત કેટરિના કૈફ, સંજય કપૂર, વિનય પાઠક, પ્રતિમા કન્નન અને ટીનુ આનંદ જેવા હિન્દી સિનેમા ના કલાકારો સામેલ છે તો બીજી તરફ તમિલ સ્ટાર્સમાં રાધિકા સરથકુમાર, ષણમુગરાજા, કવિન જય બાબુ અને રાજેશ વિલિયમ્સ જેવા પ્રખ્યાત નામોનો સમાવેશ થાય છે. ફિલ્મમાં રાધિકા આપ્ટે અને અશ્વિની કલસેકર કેમિયો રોલમાં જોવા મળશે.
આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: અક્ષય કુમાર બાદ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચને કર્યું ઇન્ડિયન સ્ટ્રીટ પ્રીમિયર લીગ માં રોકાણ, બન્યા આ ટીમના માલિક