ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑક્ટોબર, 2021
શનિવાર
મુંબઈ ક્રુઝ ડ્રગ્સ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડેની નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો છેલ્લા 2 દિવસમાં 6 કલાક પૂછપરછ કરી રહી છે.
એનસીબી અનન્યા પાંડેના જવાબોથી સંતુષ્ટ નથી. એનસીબીએ સોમવારે 25 ઓક્ટોબરે અનન્યા પાંડેને ત્રીજા દોરની પૂછપરછ માટે બોલાવી છે.
અનન્યા પાંડેની શુક્રવારે(22 ઓક્ટોબર) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના અધિકારીઓએ મુંબઈમાં તેમની ઑફિસમાં લગભગ ચાર કલાક સુધી પૂછપરછ કરી.
સૂત્રો અનુસાર, એનસીબીના અધિકારી શુક્રવારે અનન્યા પાંડેની પૂછપરછ દરમિયાન પુરાવા શોધી શક્યા નથી અને માટે તેને ફરીથી બોલાવી છે.
એનસીબીએ અનન્યા પાંડેનુ લેપટૉપ અને બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે.
સમીર વાનખડેના વાળને પણ નુકસાન થયું તો જોઈ લેજો : ભાજપના આ નેતાએ આપી નવાબ મલિકને ચીમકી; જાણો વિગત
