News Continuous Bureau | Mumbai
Nana patekar: નાના પાટેકરે પોતાના દમદાર અભિનય થી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં પોતાનું નામ કમાવ્યુ છે. તાજેતરમાં નાના પાટેકર નો એક વિડીયો વાયરલ થયો હતો જેમાં એક વ્યક્તિ નાના ની સેલ્ફી લેવા આવે છે તો નાના તેને ગુસ્સામાં થપ્પડ મારી દે છે. આ વિડીયો વાયરલ થયા બાદ લોકો એ નાના પાટેકર ને ટ્રોલ કરવાનું શરૂ કરતી દીધું હતું. પરંતુ આ વિડીયો પાછળ ની હકીકત તો કઈ બીજી જ છે. તો ચાલી જાણીયે વિડીયો પાછળ ની સચ્ચાઈ શું છે.
ફિલ્મ ના ડાયરેક્ટરે જણાવી વાયરલ વિડીયો ની હકીકત
ફિલ્મના નિર્દેશક અનિલ શર્મા એ આ વીડિયો પાછળના સત્ય વિશે વાત કરતા મીડિયા ને જણાવ્યું કે, ‘મને હમણાં જ આ સમાચારની જાણ થઈ છે. હું હમણાં એ જ વિડિયો જોઈ રહ્યો હતો. નાનાએ કોઈને માર્યો નથી, તે મારી ફિલ્મનો શોટ છે. અમે બનારસ ના રસ્તા પર તેનું શૂટિંગ કરી રહ્યા હતા. જ્યાં નાના પાસે આવતા છોકરાને નાના એ મારવાનો હોય છે.. શૂટિંગ ચાલી રહ્યું હતું અને નાનાએ તેને માર્યું પણ. પરંતુ ત્યાં એકઠા થયેલા લોકોએ તેને પોતાના મોબાઈલ કેમેરામાં રેકોર્ડ કરી લીધો અને પછી ફિલ્મનો શોટ લીક કરી દીધો. હવે નાનાને સોશિયલ મીડિયા પર નકારાત્મક અને અસંસ્કારી અભિનેતા તરીકે રજૂ કરવામાં આવી રહ્યા છે, જે સંપૂર્ણપણે ખોટું છે. આ ફિલ્મનો શોટ છે, નાનાએ કોઈને માર્યું નથી.’
फिल्म शूटिंग के दौरान सेल्फी लेने पहुंचे फैंस को नाना पाटेकर ने थप्पड़ मारा।
ये कैसा घमंड है जो सिर्फ गरीबो पर फूटता है
शर्मनाक है 👎👎 pic.twitter.com/pycj27eDpq— Yati Sharma🇮🇳 (@yati_Official1) November 15, 2023
તમને જણાવી દઈએ કે, નાના પાટેકર નો વીડિયો વારાણસીના દશાશ્વમેધ ઘાટનો છે. અભિનેતા છેલ્લા ઘણા દિવસોથી અહીં તેની આગામી ફિલ્મ ‘જર્ની’નું શૂટિંગ કરી રહ્યો છે. આ ફિલ્મ માં તેની સાથે ઉતકર્ષ શર્મા પણ જોવા મળશે. આ ફિલ્મ નું નર્દેશન અનિલ શર્મા કરી રહ્યા છે. જેમને હાલમાં બ્લોકબસ્ટર થયેલી ફિલ્મ ગદર 2 નું નિર્દેશન કર્યું છે.
આ સમાચાર પણ વાંચોઃ Nana Patekar video: સાવ આવું?! ફિલ્મના સેટ પર નાના પાટેકર રોષે ભરાયા, સેલ્ફી પાડવા આવેલા ફેનને મારી દીધી ટપલી, જુઓ વાયરલ વિડીયો
